મુંબઈ
મુંબઈમાં કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્રો નિતેશ રાણે અને નિલેશ રાણેની વિરુદ્ધ કેશ નોધાયા છે દ્ગઝ્રઁ નેતા સૂરજ ચૌહાણની ફરિયાદ પર મુંબઈના આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં ભાજપના ધારાસભ્યો નિતેશ રાણે અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્રો નિલેશ રાણે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આક્ષેપ કરવામાં આવ્યો છે કે નિલેશ રાણેએ દ્ગઝ્રઁ પ્રમુખ શરદ પવારને દાઉદ ઈબ્રાહિમ સાથે જાેડ્યા છે. આ પહેલા મુંબઈ પોલીસે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે અને તેમના પુત્ર નિતેશ રાણે વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના મૃત્યુ અંગે વિવાદિત નિવેદનો આપવા બદલ પિતા-પુત્ર સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આ સંદર્ભે પિતા-પુત્રએ આગોતરા જામીન અરજી પણ કરી છે. જાેકે આ કેસમાં બચાવ પક્ષના વકીલ સતીશ માનેશિંદે દ્વારા સમયની માંગ પર બઘેલે આ કેસની સુનાવણી ૧૫ માર્ચ સુધી મુલતવી રાખી છે. પોલીસે કોર્ટને જણાવ્યું કે રાણેએ મીડિયા સમક્ષ ખોટો દાવો કર્યો હતો કે તેણે માલવાણી પોલીસ સ્ટેશનમાં પૂછપરછ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહને ફોન કર્યો હતો. આ દરમિયાન પોલીસે કહ્યું કે તેણે તપાસ અધિકારીઓ પર દબાણ લાવવા માટે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાની એક કોર્ટની બહાર નિલેશ રાણે સામે કોરોના પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા અને એક જાહેર સેવકને તેની ફરજ નિભાવવાથી રોકવા બદલ પણ હ્લૈંઇ દાખલ કરવામાં આવી હતી.
