Gujarat

પુનાસણ ગામથી વનાસણ ગામ સુધીનો પાકો ડામર રોડ બનાવવા રજૂઆત કરાઈ

પાટણ
પાટણના સિદ્ધપુર તાલુકાના પુનાસણ ગામથી વનાસણ ગામ તરફ જવા માટે વર્ષો જૂનો કાચો રસ્તો આવેલો છે. જે ચોમાસાની ઋતુમાં અત્યંત ખરાબ હાલતમાં અને કાદવ કીચડ ભરેલો બની જાય છે. જેથી આ ગામના લોકોને સિદ્ધપુર તાલુકામાં તથા પાટણ જિલ્લામાં રોજીદા કામકાજ માટે તથા ઘણી વખત ઈમરજન્સીના સમયમાં જવા માટે રસ્તા ઉપરથી ચાલવું ખુબ જ મુશ્કેલ પડે છે. આ ઉપરાંત વિદ્યાર્થી ભાઈ-બહેનોને શાળાએ જવા માટે ખૂબ જ તકલીફ પડી રહી છે. જેને લઈ આ રસ્તાને ડામર રોડ બનાવવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે. ૨૦ જૂનના રોજ પાટણ કાર્યપાલક ઈજનેરે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તેમજ જિલ્લાના રાજકીય નેતાઓને પત્ર લખ્યો હતો. તે અનુસંધાને નાયબ કાર્યપાલક ઇજનેર સિદ્ધપુરને ૨૩ જૂલાઈના પત્ર અનુસંધાને જણાવાયું હતું કે, ૨૪ ઓકટોબર ૨૦૧૭ના રોજ અધિક ઈજનેર ગાંધીનગરની રોડ રસ્તા અંગેની સઘળી માહિતી આપી અને તે જાેબ નંબર મેળવવા માટે દરખાસ્ત કરી છે. જાેકે, આ અંગેની આગળની કાર્યવાહી દિન સુધી થઈ નથી. જેથી આ પાકો રોડ જલ્દીથી બની જાય તે માટે વામૈયા ગામના વતની અને શૈલેષ બી નાયી દ્વારા રજૂઆત કરી હતી. વામૈયા ગામના વતની શૈલેષ નાયીએ પત્ર લખી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલને તેમજ માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતિ મકવાણાને અને જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી વી. ઠાકોરને રજૂઆત કરી છે. તેમજ પુનાસણ ગામના વતની અને સિદ્ધપુર તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ઠાકોર જીવુસિહ પરબતજી અને પુનાસણ ગામના પૂર્વ સરપંચ ઠાકોર અદેસિહ સરદારજી, બીજા પુનાસણ ગામના પૂર્વ સરપંચ ઠાકોર ગંભીરજી ચતુરજી, સિદ્ધપુર તાલુકા યુવા મોરચા ભાજપના સદસ્ય ઠાકોર વિક્રમસિંહ ગંભીરજીએ પણ પ્રદેશ અધ્યક્ષ સી આર. પાટીલ અને માર્ગ મકાન વિભાગના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતિ મકવાણાને અને જિલ્લા ભાજપ પ્રમુખ ઠાકોર દશરથજી વાઘાજીને પત્ર લખી રજૂઆત કરી છે. અમારી વર્ષોથી માગણીઓ સંતોષાતી નથી. આ વિસ્તારના રોડ રસ્તા તેમજ વિકાસના કામો કરવામાં નહી આવે તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પાર્ટીને નુકસાન વેઠવાનો વારો આવશે. તેથી તાત્કાલિક પુનાસણથી વનાસણનો કાચા રસ્તાને પાકો ડામર રોડ કરી આપવા તેમજ આ રોડનો જાેબ નંબર આપી રોડ બનાવવા રજૂઆત કરી છે.

Crops-were-introduced-to-make-asphalt-roads.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *