Uncategorized

ઉપલેટા તાલુકાનાં ઈસરા ગામે ખેડૂતોના તૈયાર પાક ને ભારે નુકશાન મગ,મગફળી જેવાં વાવેતરો કરેલ વધું વરસાદ પડતાં પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે

 

રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાનાં ઈસરા ગામે ખેડૂતોના મગ તથા મગફળીના ઉભા પાકને નુકસાની અને મગફળીના પાથરા બળીને ખાખ થઈ ગયા . ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની
ઉપલેટા તાલુકા ના ઈસરા ગામ માં ખેડૂતો ની હાલત કફોડી…
ખેડૂતો ની વાવેલ મગ અને મગફળી નો પાક અત્યારે ખરાબ થઈ રહ્યો છે ત્યારે તેઓ ના જણાવ્યા મુજબ લોક ડાઉન પહેલા જે મગફળી નો પાક વાવેલ હતો તે લોક ડાઉન બાદ મજૂરો ની અછત ઉપરાંત કમોસમી વરસાદ ને કારણે આ પાક ફેકી દેવાની સ્થિતિ મા છે તેમજ જે મોંઘા ભાવના બિયારણ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેનો ખર્ચો પણ માથે પડ્યો હોઇ તેવી સ્થતિ હાલ નિર્માણ પામી છે ત્યારે તેઓના જણાવ્યા મુજબ એક વિધે ઓછામાં ઓછી ૧૦,૦૦૦ રૂપિયા ની નુકશાની ખેડૂતોને વેઠવી પડી રહી છે લોકડાઉનના સમયમાં પણ સારા વાવેતર થયા હોય પણ કોઈ લેવાલી ન મળતા ધરતીપુત્રો ત્યારે પણ લાખોનું નુકસાન વેઠવું પડ્યું છે અને આ વહેલા વરસાદના કારણે તેમને પળતા પર પાટું જેવી સ્થિતિ થઈ રહી છે જેના લીધે હાલ ખેડૂતો સરકાર પાસે પાકવિમાં ની માંગણી કરી રહ્યા છે

રિપોર્ટ વિપુલ ધામેચા ઉપલેટા

VideoCapture_20200613-113149-2.jpg VideoCapture_20200613-113110-1.jpg 20200613_113240-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *