Maharashtra

અનુષ્કા શર્માએ ચકડા એક્સપ્રેસથી ફરી બોલિવુડમાં કમબેક કરશે

મુંબઈ
વર્ષ ૨૦૧૮માં રિલીઝ થયેલી ફિલ્મ ઝીરો બાદ અનુષ્કા શર્મા ફરી બોલિવૂડમાં કમબેક કરવા માટે તૈયાર છે. અભિનેત્રીએ તેના પરિવારની સંભાળ રાખવા માટે ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો અને હવે તેણે ‘ચકડા એક્સપ્રેસ’ ફિલ્મ સાઈન કરી છે જે ભારતીય ક્રિકેટર ઝુલન ગોસ્વામીની બાયોપિક છે. અનુષ્કાએ સોશિયલ મીડિયા પર તેના ફોટો શેર કરીને આ લેટેસ્ટ ફોટોશૂટ વિશે જણાવ્યુ હતુ.આ અગાઉ અનુષ્કાએ ‘ચકડા એક્સપ્રેસ’ ના સેટ પરથી એક વીડિયો શેર કર્યો હતો. આ સીનમાં અનુષ્કા વેબટૂન કેરેક્ટર જેવી લાગે છે, શોર્ટ બોબ હેરડાઈ અનુષ્કાને સારી લાગી રહી છે,તેનો આ લુક જાેઈને તેના ફેન્સ પણ દિવાના થઈ જશે. તસવીરો શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, ‘હું સારી રીતે દિવાની છું,દરેક ફોટોશૂટ માટે સારી લાઇટિંગ જરૂરી છે. તમને શું લાગી રહ્યુ છે કે અમે તેના પરથી નજર હટાવી શકતા નથી ?’ અભિનેત્રીની આ સુંદર તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.તમને જણાવી દઈએ કે,આ ફિલ્મ માટે તે ગ્રાઉન્ડ પર ખૂબ જ મહેનત કરતી જાેવા મળી હતી.

anushka-sharma-is-looking-very-beautiful-in-her-latest-photoshoot-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *