મધ્યપ્રદેશ
મધ્ય પ્રદેશના ભૂતપુર્વ મુખ્યમંત્રી ઉમા જ્યારે આઝાદ નગર પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો તેમની સાથે જાેડાયા હતા. ત્યારબાદ ભૂતપુર્વ સીએમએ પથ્થર ઉઠાવ્યો અને દુકાનમાં પ્રવેશ કરી બોટલો તોડી નાંખી હતી. ભારતીએ કહ્યું- આ શ્રમિકોની વસ્તી છે. નજીક મંદિર અને શાળા છે. જ્યારે છોકરીઓ અને મહિલાઓ ઘરની છત ઉપર ઉભા હોય છે ત્યારે શરાબી લોકો તેમની તરફ મોં કરી લઘુ શંકા પણ કરે છે. આ મહિલાઓનું અપમાન છે. ભૂતપુર્વ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું- શ્રમિકોની સંપૂર્ણ કમાણી આ દુકાનોમાં જતી રહે છે. અહીંના રહેવાસી અને મહિલાઓ અનેક વખત વિરોધ કરી ચુક્યા છે, ધરણા પણ આપી ચુક્યા છે. ઉમાના શરાબબંધી અભિયાન શિવરાજ સરકાર માટે મુશ્કેલીનું સર્જન કરી શકે છે. કારણ કે ઉમા સ્પષ્ટપણે કહી ચુક્યા છે કે રાજ્યમાં શરાબબંધી થઈ ચુકી છે. અગાઉ તેમણે કહ્યું હતું કે તેઓ શરાબની દુકાનોની સામે ઉભા રહીને લોકોને પૂછશે કે તેઓ પોતાના વિસ્તારોમાં દુકાન ઈચ્છે છે કે નહીં. તેમણે કહ્યું- નવી શરાબ નીતિ આવવી જાેઈએ અને આ માટે આ મહિને મીડિયા સામે ફરીથી પોતાની વાત રજૂ કરશે. તાજેતરમાં જ તેમણે ભોપાલના તરાવલી સ્થિત દેવી મંદિર નજીક એક શરાબની દુકાન સામે ઉભા રહીને પૂછ્યું હતું કે તેઓ ક્ષેત્રમાં શરાબની દુકાન ઈચ્છે છે કે નહીં. લોકોએ મંદિર પાસે શરાબની દુકાનનો વિરોધ કર્યો હતો. પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને ભૂતપુર્વ મંત્રી જીતુ પટવારીએ ઉમા ભારતીનો આભાર વ્યક્ત કર્યો છે. પટવારીએ સોશિયલ મીડિયા ઉપર લખ્યું- ઉમા ભારતીએ નિઃશબ્દ કરી દીધા. પ્રથમ વખત લાગ્યું કે ભાજપમાં કોઈ તો છે કે જેમની કથની/કરનીમાં અંતર નથી. આજે જે પથ્થર ફેકાયો છે તે મધ્ય પ્રદેશમાં શરાબબંધીના પાયામાં શોભશે. આશા છે કે શિવરાજની ઉંઘ તૂટશે, જેથી શરાબ હવે લોકોના ઘરને ઉજાડે નહીં.મધ્ય પ્રદેશના ભૂતપુર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ શરાબની એક દુકાનને નિશાન બનાવી છે. ઉમા ઓચિંતા જ ભોપાલની એક શરાબની દુકાન ઉપર પહોંચ્યા હતા અને પથ્થરથી બોટલોને તોડી નાંખી હતી. ભૂતપુર્વ ઝ્રસ્ સાંજે લગભગ ૪ વાગે ભેલ ક્ષેત્રના બરખેડા પઠાણી વિસ્તાર પહોંચ્યા હતા. અહીં આઝાદ નગરમાં શરાબની એક દુકાન છે. ઉમા દુકાનમાં પ્રવેશ્યા હતા અને પથ્થરથી બોટલ તોડી હતી. ઉમા અનેક વખત રાજ્યમાં શરાબબંધીની માગ કરી ચુક્યા છે. કોંગ્રેસ નેતા અને ભૂતપુર્વ મંત્રી જીતુ પટવારીએ ઉમાને સાહસિક ગણાવી તેમની પ્રશંસા કરી હતી. પટવારીએ કહ્યું- ભાજપમાં કોઈ તો છે કે જેમની કથની અને કરણીમાં કોઈ અંતર નથી.
