મોસ્કો
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ઘણા પશ્ચિમી દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવી દીધા છે. ૧૩ માર્ચે, મેકડોનાલ્ડ્સે રશિયામાં તેની તમામ ૮૫૦ રેસ્ટોરાં બંધ કરી દીધી. આ પહેલા મેકડોનાલ્ડ્સમાં છેલ્લું બર્ગર ખાવા માટે રશિયન લોકોની ભીડ ઉમટી પડી હતી. હવે લાસ્ટ બર્ગરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. મેકડોનલ્ડ્સના ઝ્રઈર્ંએ ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી કે રશિયા યુક્રેન પર હુમલો કરવાનું ચાલુ રાખતા ત્યાં કંપનીના યૂનિટ્સને બંધ કરવાનો ર્નિણય યોગ્ય છે. જાે કે આ પહેલો પ્રતિબંધ નથી, આ પહેલા આંતરરાષ્ટ્રીય ફૂડ ચેઈન સ્ટાર બક્સ, કોકા-કોલા, પેપ્સીકો, કેએફસી, બર્ગર કિંગ પણ રશિયામાં પોતાની બ્રાન્ચ બંધ કરી ચૂકી છે. ફૂડ ચેઈન સિવાય, એક્સોન-મોબિલ, જનરલ ઇલેક્ટ્રિક, નેટફ્લિક્સ સહિતની ઘણી કંપનીઓએ રશિયામાં તેમની કામગીરી બંધ કરી દીધી છે. ફાસ્ટ ફુડ ચેઈ મેકડોનલ્ડસે ભલે રશિયામાં દરેક બ્રાન્ચ બંધ કરી દીધી હોય, પરંતુ તેઓ પોતાના ૬૨,૦૦૦ કર્મચારીઓને પગાર આપવાનું ચાલુ રાખશે. જાે કે, આનાથી લોકો ખૂબ જ નિરાશ થયા છે .મેકડોનલ્ડસના પ્રતિબંધનો વિરોધ કરવા માટે પિયાનોવાદક લુકાસ સેફ્રોનોવએ મોસ્કોના પુશકિન સ્ક્વેરમાં મેકડોનાલ્ડની એન્ટ્રી પર પોતાને હાથકડી પહેરાવી હતી. ૨૭૦ પાઉન્ડના લુકાસના આ પગલાને કારણે પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો. ૩૧ જાન્યુઆરી ૧૯૯૦એ ગોર્બાચેવના પેરેસ્ત્રોઈકામાં સોવિયત સંઘમાં પહેલીવાર મેકડોનલ્ડસ શોપનું ઉદ્ધાટન થયું હતું. તે દિવસે ૩૦,૦૦૦ થી વધુ લોકોએ ફાસ્ટ-ફૂડ સેન્ટરની મુલાકાત લીધી હતી. જેની એન્ટ્રી ૨૭ રજિસ્ટરમાં થઈ હતી. કંપની માટે તે રેકોર્ડ ઓપનિંગ હતું. સ્ટોરની બહાર ૫,૦૦૦ લોકો લાઇનમાં ઉભા હતા. અમેરિકન નેટવર્કના પ્રવેશે સોવિયેત યુનિયનના પતનને ચિહ્નિત કર્યું, જે ૨૫ ડિસેમ્બર, ૧૯૯૧ ના રોજ સમાપ્ત થયું.
