International

નવા એમઆરઆઈ મશીનથી હૃદય રોગની જાણ માત્ર ૨૦ સેકન્ડમાં થશે

લંડન
અમેરિકામાં દર વર્ષે ૧૨ લાખથી વધુ લોકો હૃદય રોગના નિદાન માટે એમઆરઆઇ કરાવે છે. એમઆરઆઇ કરાવવામાં અત્યારે ૪૫ મિનિટથી ૯૦ મિનિટ સુધીનો સમય લાગે છે. પરંતુ બ્રિટિશ વૈજ્ઞાનિકોની સંશોધનથી આ સમય ખૂબ જ ઘટી જશે. બ્રિટન હાર્ટ ફાઉન્ડેશનએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીના ઉપયોગથી અત્યાધુનિક એમઆરઆઇ મશીન ડિઝાઇન કર્યું છે. તેની મદદથી માત્ર ૨૦ સેકન્ડમાં જ કોઇપણ પ્રકારના હૃદય રોગ અથવા બ્લૉકેજ અંગે જાણી શકાય છે. આ ટેક્નોલોજીના માધ્યમથી સામાન્ય ચેકઅપની તુલનામાં ૧૩ મિનિટનો સમય બચશે. તે ઉપરાંત ૪૦ ગણી વધુ સટિકતાથી હૃદયને સંપૂર્ણપણે સ્કેન કરાશે. અત્યારે લંડન યુનિવર્સિટીની હૉસ્પિટલમાં તેનો ઉપયોગ થઇ રહ્યો છે. ત્યાં દરેક સપ્તાહે અંદાજે ૧૪૦ હૃદયરોગના દર્દીઓની તપાસ થાય છે. આ પ્રોજેક્ટનું નેતૃત્વ કરતા ડૉક્ટર રોડ્રી ડેવિસ કહે છે કે, જટિલ હૃદય સંરચનાઓની સરળતાપૂર્વક તપાસ કરીને તેની સારવાર થઇ શકે છે. આ ટેક્નોલોજીના માધ્યમથી ડૉક્ટરની અપોઇન્ટમેન્ટનો સમય પણ બચશે. ડૉક્ટર્સ અનુસાર એઆઇને ૯ અલગ અલગ સ્થિતિઓના આકલન બાદ વિકસિત કરવામાં આવ્યું છે. તેમાં હાર્ટ એટેક, હાઇ બ્લડ પ્રેશર, હાઇપરટ્રૉફિક, કાર્ડિયોમાયોપેથી, હૃદયની માંસપેશીઓની કમજાેરી સહિતનું નિદાન શક્ય છે. અમેરિકામાં એક તૃતિયાંશથી વધુ વયસ્કો મેદસ્વીતાથી પીડિત છે. તે ઉપરાંત, બે તૃતિયાંશ લોકો પણ વધુ વજન અથવા મેદસ્વીતા ધરાવે છે. તેઓનું બીએમઆઇ ૨૫થી વધુ છે. દર ૫માંથી એક બાળકની આ જ સ્થિતિ છે. વિશેષજ્ઞ અનુસાર જાે કોઇ વયસ્કના શરીરમાં બૉડી માસ ઇન્ડેક્સ ૩૦ થી વધુ હોય તો તે મેદસ્વીતાથી પીડિત છે. એક સ્વસ્થ વ્યક્તિનું બીએમઆઇ ૧૮.૫ થી ૨૪.૯ની વચ્ચે હોય છે. મેદસ્વિતાથી પીડાતા લોકોમાં હાર્ટ એટેકનો વધુ ખતરો રહે છે.

MRI.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *