Gujarat

દમણમાં અકસ્માત કરનાર સુરતના કારચાલકની ધરપકડ કરાઈ

વલસાડ
વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ ખાતે રાજીવ ગાંધી બ્રિજ ઉપર સુરત પસિંગની કારના ચાલકે બાઇકને ટક્કર મારી અકસ્માત સર્જ્‌યો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્તએ દમણ પોલીસમાં એફઆઈઆર નોંધાવતા દમણ પોલીસે આરોપીને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે. તારીખ ૧૩/૦૩/૨૦૨૨ ના રોજ ઓમપ્રકાશ નિંબારામ જાેગારામ તેમની બાઈક લઈને રાજીવ ગાંધી પુલ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે કાર નંબર જીજે-૦૫-આરએ-૬૦૬૭ના ચાલકે પુરપાટ ઝડપે અને ગફ્લત ભરી રીતે કારને હંકારી લાવી ઓમપ્રકાશ જાેગરામની બાઈક અને તેના ૨ મિત્રો બાઇક નંબર જીજે-૧૫-ડીએમ-૩૩૩૮ને કારના ચાલકે અડફેટે લઈ અકસ્માત સર્જ્‌યો હતો. કારના ચાલકે કારને નશાની હાલતમાં બેફામ હંકારી અકસ્માત સર્જ્‌યો હતો. આ અકસ્માતમાં ઓમપ્રકાશના મિત્ર ઉમારામ દેવાસી, ઉ.વ. ૨૫, રહે. ઝંડા ચોક, વાપી, નું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. તેમજ શંકર અમીરારામ દેવાસી અને ઓમપ્રકાશભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સમગ્ર ઘટના અંગે ઓમપ્રકાશભાઈએ નાની દમણ પોલીસ સ્ટેશનમાં કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. દમણ પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી હતી. તપાસ હાથ ધરી અર્ટિગા વાહન નંબર જીજે-૦૫-આરએ-૬૦૬૭ ચંપક પ્રજાપતિ, ઉમર ૨૬, સરનામું સુરત, ગુજરાત રહે. ઉપરોક્ત ગુનામાં રોજેરોજ ધરપકડ કરી વધુ તપાસ દમણ પોલીસે ચાલુ રાખી છે.

Surat-driver-arrested-for-causing-accident.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *