Gujarat

કોર્ટે સાણંદ ત્રિપલ મર્ડરના મૃતકોના પરિવારને ૧૦ લાખનું વળતર આપવા આદેશ

અમદાવાદ
વર્ષ ૨૦૧૮માં અમદાવાદના સાણંદ બનેલા ત્રિપલ મર્ડર કેસમાં આજે મિર્ઝાપુર કોર્ટે આરોપી હાર્દિક ચાવડાને ફાંસીની સજા ફટકારી છે. સાથે જ મૃતકોના પરિવારને ૧૦ લાખ રૂપિયાનું વળતર ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે. કોર્ટે ૧૭ સાક્ષી તેમજ ૬૩ દસ્તાવેજી પુરાવાના આધારે આરોપીને સજા ફટકારી છે. આ કેસના સાક્ષીને ૫૦,૦૦૦ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવશે. આરોપી હાર્દિક ચાવડાએ વર્ષ ૨૦૧૮માં તેની ગર્ભવતી બહેન તેમજ તેના બનેવીની હત્યા કરી હતી. બહેને પ્રેમ લગ્ન કર્યા હતા જે આરોપીને પસંદ ન આવતા હત્યા કરી હતી. ત્યારે આજે મિર્ઝાપુંર કોર્ટના જજ જે.એ.ઠક્કરે બહેન-બનેવી અને તેના ગર્ભમાં રહેલા શિશુની હત્યાના કેસમાં આરોપી હાર્દિકને ફાંસીની સજા ફટકારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *