Gujarat

અંજારમાંથી ૨૪.૫૨ લાખનો વિદેશી દારૂ સાથે એકની અટકાયત

ભુજ
અંજાર તાલુકાના ચંદીયા-ખેડોઈ સીમના વાડી વિસ્તારમાં આવેલી કુલદીપસિંહ સરવૈયાની કબ્જા ભોગવટાની વાડીમાં ઉતારવામાં આવેલો રૂ. ૨૪.૫૨ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ખાસ બનાવેલા ભૂગર્ભ ટાંકામાં રાખવામાં આવ્યો હતો. તે વેળાએ પેટ્રોલિંગમાં રહેલી એલસીબી ટીમે મળેલી બાતમીના આધારે દરોડો પાડી ૫૩૬ નંગ પેટીમાંથી વિદેશી દારૂની ૬૪૩૨ બોટલો ઝડપી પાડી હતી. આ દરોડામાં માંડવીના દસરડી ગામનો ટ્રક ચાલક જયેશ વેલજી સોલંકી ઝડપાઇ ગયો હતો. એલસીબીએ રૂ. ૧૫ લાખની ટ્રક, રૂ. ૧૨ લાખની ક્રેટા કાર, ૫૦ હજારની કિંમતની બાઈક સહિત દારૂનો જથ્થો કબજે કર્યો હતો. એલસીબી પોલીસે ઝડપાયેલો આરોપી અને મુદ્દામાલ અંજાર પોલીસને હવાલે કર્યો હતો. અંજાર પોલીસે મુખ્ય આરોપી કુલદીપસિંહ ભરતસિંહ સરવૈયા, તેનો ભાઈ યુવરાજસિંહ ઉર્ફે શક્તિસિંહ સરવૈયા અને દારૂ મંગાવનાર માંડવીના દસરડી ગામના આરોપી અનિલસિંહ લઘુભા જાડેજાની શોધખોળ હાથ ધરી છે. આ કામગીરીમાં એલસીબી પીઆઇ ડી.બી. પરમાર, પીએસઆઇ કે.એન. સોલંકી અને સ્ટાફ જાેડાયો હતો.ગાંધીધામના પીએસેલ કાર્ગો પાસેથી રૂ. ૩૪.૭૧ લાખનો દારૂ ઝડપાયા બાદ બીજા દિવસે વહેલી અંજારના ખેડોઈ પાસેથી પૂર્વ કચ્છ એલસીબીએ વિદેશી દારૂના જથ્થા સહિત રૂ. ૫૧. ૬૫ લાખનો કુલ મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. જેમાં એક આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે જ્યારે દારૂ અને મુખ્ય આરોપી સહિત ૩ આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Foreign-liquor-worth-Rs-24.52-lakh-seized.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *