નવીદિલ્હી
તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ નેતૃત્વ અને અસંતુષ્ટ ય્-૨૩ જૂથ સાથે પક્ષના વડા સોનિયા ગાંધીએ વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ સાથે વાત કરી હોવાનું જાણવા મળ્યુ છે.સુત્રોના જણાવ્યા અનુસાર ય્-૨૩ નેતાઓએ જણાવ્યું હતું કે, પક્ષ માટે આગળનો એકમાત્ર રસ્તો એ છે કે સામૂહિક અને સર્વસમાવેશક નેતૃત્વ તેમજ તમામ સ્તરે ર્નિણય લેવાનું મોડલ અપનાવવું. જી૨૩ના કેટલાક નેતાઓ બુધવારે આઝાદના ઘરે ડિનર પર મળ્યા હતા. જેમાં ત્રણ નવા ચહેરા જાેવા મળ્યા,જેમાં વરિષ્ઠ નેતા મણિશંકર ઐયર, લોકસભા સાંસદ અને પંજાબના ભૂતપૂર્વ સીએમ અમરિન્દર સિંહની પત્ની પ્રનીત કૌર અને ગુજરાતના નેતા શંકરસિંહ વાઘેલા, જેમણે ૨૦૧૭માં કોંગ્રેસ છોડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, વાઘેલા ૨૦૧૯માં એનસીપીમાં જાેડાયા હતા, પરંતુ ગયા વર્ષે તેમણે છોડી દીધું હતું.તેઓ કોંગ્રેસમાં પાછા ફરવા ફરી આતુર છે. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસમાં નેતાઓની બેઠક ચાલી રહી છે. કોંગ્રેસના અસંતુષ્ટ ય્-૨૩ જૂથના નેતાઓએ બુધવારે દિલ્હીમાં બેઠક કરી હતી. આ નેતાઓએ વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદના ઘરે બેઠક કરી હતી. કપિલ સિબ્બલ, ભૂપિન્દર સિંહ હુડ્ડા, આનંદ શર્મા, મનીષ તિવારી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આ સાથે કોંગ્રેસ નેતા શશી થરૂર, મણિશંકર ઐયર, પીજે કુરિયન, પ્રનીત કૌર, સંદીપ દીક્ષિત અને રાજ બબ્બર પણ પાર્ટીના નેતા ગુલામ નબી આઝાદના ઘરે પહોંચ્યા હતા. મલ્લિકાર્જુન ખડગેએ એમ પણ કહ્યું હતું કે, આખી કોંગ્રેસમાં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને કોઈ નબળું પાડી શકે નહીં અને પાર્ટીના તમામ લોકો તેમની સાથે છે. આ લોકો સભાઓ કરતા રહેશે અને ભાષણો આપતા રહેશે.ખડગેએ કહ્યું,‘સોનિયા ગાંધી એ તમામ પગલાં લઈ રહ્યા છે, જેની ઝ્રઉઝ્રમાં ચર્ચા થઈ હતી. આ સાથે ય્૨૩ જુથ પર આરોપ લગાવ્યો કે તેઓ વારંવાર બેઠકો કરીને પાર્ટીને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
