Uttar Pradesh

રામમંદિરના પરિસરમાં એક સાથે ૨ લાખ શ્રદ્ધાળુઓ રહી શકશે ઃ ચંપત રાય

ઉત્તરપ્રદેશ
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની સમીક્ષા માટે ચાલી રહેલી બે દિવસીય બેઠક બુધવારે બીજા દિવસે પૂર્ણ થઈ. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાના નેતૃત્વમાં સર્કિટ હાઉસમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકના સમાપન પછી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે સમિતિ રામ મંદિરના નિર્માણની સાથે તીર્થયાત્રીઓની સુવિધાઓ પર વિચારણા કરી રહી છે. તેમણે કહ્યું કે રામ મંદિરનું લગભગ ૩૦ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ લાંબા ગાળાની યોજના પર કામ કરી રહ્યું છે. જાે ૨ લાખ ભક્તો પણ એકસાથે રામ મંદિર પરિસરમાં દર્શન માટે પહોંચે તો તેમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો નહીં પડે, અમે આ યોજના પર કામ કરી રહ્યા છીએ. આ સાથે રામજન્મભૂમિ સંકુલમાં ૫૦ હજાર શ્રદ્ધાળુઓનો સામાન રાખવાની સુવિધા પણ આપવામાં આવશે. જેથી ભક્તો પોતાનો સામાન ત્યાં રાખીને રામલલાની પૂજા-અર્ચના કરી શકે. શ્રદ્ધાળુઓની સુવિધાની સાથે સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. રામ મંદિર પરિસરમાં અગ્નિશામક વાહનો પાર્ક કરવાની પણ યોજના છે. જેથી પરિસરમાં આગ લાગે તો ફાયર બ્રિગેડ સરળતાથી અહીં પહોંચી શકે. રામમંદિર પરિસરમાં ભક્તો માટે પાણીની વ્યવસ્થા અને શૌચાલય અને વહીવટી સુવિધાઓને લઈને પણ એક યોજના તૈયાર કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, રામલલાના દર્શન કરવા આવનાર ભક્તો થાકેલા હશે, તેમને આરામ કરવા માટે મકાનની સુવિધા પણ રાખવામાં આવી છે. રામ મંદિરના ગર્ભગૃહની સાથે ૭૦ એકર જમીનના વિકાસની પણ ચર્ચા થઈ રહી છે. ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે જણાવ્યું કે રામ મંદિર નિર્માણનું કામ પૂરજાેશમાં ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં ૩૦ ટકા કામ પૂર્ણ થયું છે. ટેક્નિકલ કામ છે, તેથી વધુ ઉતાવળ કરી શકાય નહીં, હાલમાં પાયાની ઉપર ૨૧ ફૂટ ઉંચા પ્લીન્થનું કામ ચાલી રહ્યું છે. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે અયોધ્યામાં વેપારીઓનો વેપાર સતત વધવાનો છે. ૩૦ વર્ષમાં બિઝનેસ બમણો ચાર ગણો થયો છે, ભવિષ્યમાં તે દસ ગણો થવાનો છે. બેઠકમાં ટ્રસ્ટના પદાધિકારીઓ ઉપરાંત ટાટા કન્સલ્ટન્સી અને એલએનટીના એન્જિનિયરો પણ હાજર રહ્યા હતા.

Ayodhya-Ram-Temple.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *