મોડાસા
અરવલ્લી જિલ્લા પંચાયતની જિલ્લા પંચાયતના પ્રમુખ લાલસિંહ ચૌહાણના પ્રમુખપદે મળેલી સામાન્ય સભામાં નવા વર્ષનું વિકાસલક્ષી બજેટ પસાર કરાયુ હતું.જેમાં જિલ્લાના વિકાસ માટે ૪૫.૨૦ લાખની ફાળવણી કરાઇ હતી. અરવલ્લી જિલ્લામાં આ વર્ષે જિલ્લાના અંદાજપત્રમાં પંચાયત માટે વિકાસ ક્ષેત્રે ૪૫,૨૦,૦૦૦,શિક્ષણ ક્ષેત્રે ૬,૦૦,૦૦૦ ,ખેતીવાડી ક્ષેત્રે ૨,૪૦,,૦૦૦પશુપાલન ક્ષેત્રે ૧,૨૦,૦૦૦ કુદરતી આફતો માટે ૪,૦૦,૦૦૦, તથા ર્પ્રકિણ કામો માટે ૩૦,૨૦,૦૦૦સમાજકલ્યાણ ક્ષેત્રે ૫,૫૦,૦૦૦ અને જાહેર બાંધકામ ક્ષેત્રે ૨૫,૫૦,,૦૦૦ નું વિકાસ લક્ષી બજેટ પસાર કરાયું હતું તથા આ બજેટમાં સામાન્ય સભાની મંજૂરી મેળવી સ્ટેમ્પ ડ્યુટીમાથી આવકની માર્યાદામાં વિકાસના કામો માટે રૂ. ૩૦,૦૦,૦૦૦ ની જાેગવાઈ કરાઇ હતી. તેમજ જિલ્લા પંચાયતના સદસ્યોની માંગણીને માન આપી તેઓના શૈક્ષણિક તાલીમ પ્રવાસ માટેની નહીવત આવક હોવા છતાં, રૂ.૩,૫૦,૦૦૦ની અલાયદીથી જાેગવાઇ કરાઇ હતી.આમ, મર્યાદિત સ્ત્રોતથી મળતી સ્વભંડોળ આવક લક્ષમાં લઇ જરૂર જણાય ત્યાં જાેગવાઇ અંકિત કરાઇ હતી.
