ઉપલેટામાં આજરોજ સમસ્ત મુસ્લિમ એકતા સમિતિ દ્વારા કોરોના વાયરસ ની મહામારી માં ઉપલેટા શહેરના તમામ હિન્દૂ મુસ્લિમ સમાજના કોરોના વોરીયસૅ એ પોતાના ઘરની અને જાનની પરવાહ કર્યા વગર સમાજ માટે અને દેશ માટે ફરજ બજાવી અને ઉત્તમ કામગીરી કરી છે તે તમામને સન્માન પત્રો આપી સાલ ઓઢાળી સન્માનિત કરવામાં આવ્યા હતા પુરા લોકડાઉનના સમય ગાળામાં પણ મુસ્લિમ એકતા સમિતિ દ્વારા કોઈપણ જાતના ફંડ ફાળા વગર કે કોઈપણ જાતની જાહેરાતો વગર દરરોજ ગરીબોને જમાળવાથી લગાવી તમામ પ્રકારની મદદ કરવામાં આવી અને લોકડાઉનના 2 મહિના લગાતાર ઉપલેટા ગ્રામ્ય વિસ્તારમાં પણ અનાજની કિટોનું વિતરણ કરવામાં આવ્યું હતું . અને હજી પણ જરૂર પડ્યે સૌની સાથે રહી મદદમાં આવી શકે તેવી ખુદા પાસે દુવા કરી હતી આ કાર્યક્રમ માં મુસ્લિમ એકતા સમિતિ દ્વારા ઉપલેટાના તમામ આગેવાનો પત્રકારો તથા ઉપલેટા પોલીસ સ્ટેશનના પી. આઈ.વી.એમ.લગારીયા ઉપલેટા ચીફ ઓફિસર તેમજ ઉપલેટા મામલતદાર સાહેબ ને પણ તેમના સારા કર્યો બદલ સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા
આ કાર્યક્રમમાં સમસ્ત મુસ્લિમ એકતા સમિતિના પ્રમુખ અફઝલ બાપુ કાદરી,સુન્ની મુસ્લિમ જમાત કાયઁકારી પ્રમુખ શિરાજ (લાલો શેખ)સમસ્ત મેમન જમાતના પ્રમુખ હનીફભાઈ કોડી,સંધી જમાત પ્રમુખ દિલાવરભાઈ હિંગોરા,સિપાહી જમાત પ્રમુખ અમીનભાઈ બેલીમ,ખાટકી જમાત ના પ્રમુખ હાજી સતારભાઈ,સમસ્ત ફકીર જમાતના અધ્યક્ષ મહંમદશાહ સોહરવદીઁ,નગર સેવક રિયાઝભાઈ હિંગોરા,મક્કી (લાલાભાઈ ધાબી),રહીમભાઈ સરવદી,શાહનવાઝ બુખારી પત્રકાર કાનભાઈ સુવા ઈમરાનભાઈ સરવદી,જગાભાઈ બારૈયા તથા તમામ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા
રિપોર્ટ:-વિપુલ ધામેચા ઉપલેટા……



