Gujarat

સુરતમાં ચાલુ બાઈકે આગ લાગતાં ભાગદોડ મચી

સુરત
સુરતના સિટી લાઇટ વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડા પાસે એક બાઈક અચાનક સળગવા લાગી હતી.એટલું જ નહીં પણ ચાલક બાઇક પરથી ઉતરતા જ આખી બાઇક આગની ઝપેટમાં આવી ગણતરીની મિનિટોમાં બળીને ખાક થઈ ગઈ હતી. બાઇક ચાલક મહેશે જણાવ્યું હતું કે. સાયલેન્સર પાસે મૂકેલા કપડાંને કારણે આગ લાગી ગઈ હોય એમ કહી શકાય છે. ઈન્સ્યોરન્સ પણ રીન્યૂ કરાવ્યો નહોતો. એટલે હાલ ટોટલ લોસનો સામનો કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. ઘટના લગભગ ૯ઃ૩૪ મિનિટની હતી. સિટીલાઈટમાં બાઇક સળગી હોવાના કોલ બાદ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આગને કાબૂમાં લીધા બાદ બાઈક સંપૂર્ણ રીતે બળીને ખાક થઈ ગયેલી હાલતમાં જાેવા મળી હતી. બાઇક ૬ વર્ષ જૂની હોવાનું અને આગ પાછળ કોઈ યોગ્ય કારણ જાણી શકાયું નહોતું. રોડ ઉપર દોડતી એક બાઇક અચાનક સળગવા લાગતા લોકોએ બૂમાબૂમ કરી નાખી હતી. જેને લઈ ચાલકે બાઇકને રપડ બાજુએ ઉભી કરી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. જાેકે જાેત જાેતામાં આખી બાઈક સળગીને ખાક થઈ ગઈ હતી. ફાયરને જાણ કરતા જ ફાયરના જવાનો દોડી આવ્યા હતા. બર્નિંગ બાઇકની આગને કાબૂમાં લીધી હતી. ડિંડોલીમાં રહું છું. પાલ અડાજણમાં નોકરી કરું છું. આજે ઘરેથી કામ પર જતાં દુર્ઘટના બની હતી. સાયલેન્સર પાસે મૂકેલા કાપડાને લઈ આગ લાગી હોય એમ કહી શકાય છે. એટલું જ નહીં પણ બાઇક ઉભી રાખ્યા બાદ પાણી અને રેતી-માટી પણ ન મળતા આગને કંટ્રોલ કરવામાં અસફળ રહ્યા હતા.સુરતમાં ચાલુ બાઈકે આગ લાગતાં ભાગદોડ મચી

(જી.એન.એસ)સુરત,તા.૧૭
સુરતના સિટી લાઇટ વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડા પાસે એક બાઈક અચાનક સળગવા લાગી હતી.એટલું જ નહીં પણ ચાલક બાઇક પરથી ઉતરતા જ આખી બાઇક આગની ઝપેટમાં આવી ગણતરીની મિનિટોમાં બળીને ખાક થઈ ગઈ હતી. બાઇક ચાલક મહેશે જણાવ્યું હતું કે. સાયલેન્સર પાસે મૂકેલા કપડાંને કારણે આગ લાગી ગઈ હોય એમ કહી શકાય છે. ઈન્સ્યોરન્સ પણ રીન્યૂ કરાવ્યો નહોતો. એટલે હાલ ટોટલ લોસનો સામનો કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. ઘટના લગભગ ૯ઃ૩૪ મિનિટની હતી. સિટીલાઈટમાં બાઇક સળગી હોવાના કોલ બાદ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આગને કાબૂમાં લીધા બાદ બાઈક સંપૂર્ણ રીતે બળીને ખાક થઈ ગયેલી હાલતમાં જાેવા મળી હતી. બાઇક ૬ વર્ષ જૂની હોવાનું અને આગ પાછળ કોઈ યોગ્ય કારણ જાણી શકાયું નહોતું. રોડ ઉપર દોડતી એક બાઇક અચાનક સળગવા લાગતા લોકોએ બૂમાબૂમ કરી નાખી હતી. જેને લઈ ચાલકે બાઇકને રપડ બાજુએ ઉભી કરી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. જાેકે જાેત જાેતામાં આખી બાઈક સળગીને ખાક થઈ ગઈ હતી. ફાયરને જાણ કરતા જ ફાયરના જવાનો દોડી આવ્યા હતા. બર્નિંગ બાઇકની આગને કાબૂમાં લીધી હતી. ડિંડોલીમાં રહું છું. પાલ અડાજણમાં નોકરી કરું છું. આજે ઘરેથી કામ પર જતાં દુર્ઘટના બની હતી. સાયલેન્સર પાસે મૂકેલા કાપડાને લઈ આગ લાગી હોય એમ કહી શકાય છે. એટલું જ નહીં પણ બાઇક ઉભી રાખ્યા બાદ પાણી અને રેતી-માટી પણ ન મળતા આગને કંટ્રોલ કરવામાં અસફળ રહ્યા હતા.

Fire-in-a-running-bike.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *