Delhi

વન-ડે ક્રિકેટમાં ૨૫૦ વિકેટ લેનારી પ્રથમ મહિલા ઝૂલન ગોસ્વામી બની

નવીદિલ્હી
ભારતીય ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામી વન-ડે ક્રિકેટમાં ૨૫૦ વિકેટ લેનારી પ્રથમ મહિલા બોલર બની ગઈ છે. તેણે વર્લ્‌ડ કપમાં ઈંગ્લેન્ડ સામે આ સિદ્ધિ મેળવી હતી. જાે કે મહિલા વર્લ્‌ડ કપમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે ૪ વિકેટે હારી ગઈ હતી. આ મેચ ભલે ભારત માટે કંઈ ખાસ ન હોય, પરંતુ ઝુલન ગોસ્વામીએ તેને પોતાના માટે યાદગાર બનાવી દીધી. ૩૯ વર્ષની ઉમરમાં મેળવી આ સિદ્ધી ઃ ઝુલન ગોસ્વામી ૨૫૦ વિકેટ લેનારી પ્રથમ મહિલા બોલર બની છે. તે એકમાત્ર મહિલા ખેલાડી છે જેણે વન-ડે ક્રિકેટમાં ૨૦૦થી વધુ વિકેટ લીધી હોય અને હવે તેણે ૨૫૦ વિકેટ લઈને નવો રેકોર્ડ બનાવ્યો છે. ઝુલને આ રેકોર્ડ ઈંગ્લેન્ડના ઓપનર ટેમી બ્યુમોન્ટને એલબીડબલ્યુ કરીને બનાવ્યો હતો. ઝુલન ગોસ્વામીએ વન-ડે સિવાય ટેસ્ટ ક્રિકેટમાં પણ શાનદાર બોલિંગ કરી છે. ઝુલને ટેસ્ટ ક્રિકેટમાં ત્રણ, પાંચ વિકેટ અને એક વાર ૧૦ વિકેટ ઝડપી છે. એક ઈનિંગમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ૨૫ રનમાં ૫ વિકેટ છે, જ્યારે ટેસ્ટ મેચમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ૭૮ રનમાં ૧૦ વિકેટ છે. આ સિવાય ઝુલન ગોસ્વામીએ ટી૨૦ ક્રિકેટમાં ૬૮ મેચમાં ૫૬ વિકેટ પણ લીધી છે અને ૫.૪૫ની ઈકોનોમીથી રન આપ્યા છે. ટી૨૦ ક્રિકેટમાં પણ ઝુલન ગોસ્વામીએ બેટથી ૪૦૫ રન બનાવ્યા છે. ઈંગ્લેન્ડ સામેની મેચ ૪ વિકેટે મેચ હાર્યા બાદ ભારતે સેમિફાઈનલમાં પહોંચવા માટે આગામી ૩ મેચમાંથી ૨ જીતવી પડશે. ભારતે હવે ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ સામે સારું રમવું પડશે. વર્લ્‌ડ કપની ચાર મેચમાં ભારતની આ બીજી હાર છે. આ પહેલા ન્યુઝીલેન્ડની ટીમે ભારતને હરાવ્યું હતું. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ સામે જીત મેળવી હતી તો બીજી તરફ આ વર્લ્‌ડ કપમાં ઈંગ્લેન્ડની ટીમે આ પ્રથમ મેચ જીતી છે. આ પહેલા ઈંગ્લેન્ડને સતત ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ચોથી મેચ જીતીને ઈંગ્લેન્ડે સેમિફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રાખી હતી.

Jhulan-Goshwami.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *