નવીદિલ્હી
આઇપીએલ ૨૦૨૨ની શરૂઆત ૨૬ માર્ચથી શરૂ થવા જઈ રહી છે. તમામ મેચ મહારાષ્ટ્રમાં રમાશે. જેને પગલે નાના-મોટા તમામ ખેલાડીઓ તેમની ફ્રેન્ચાઈઝી સાથે જાેડાવા લાગ્યા છે. દિલ્હી કેપિટલ્સના સુકાની રિષભ પંત તથા ઓલરાઉન્ડર અક્ષર પટેલ તેની ફ્રેન્ચાઈઝી સાથે જાેડાય ગયા છે. લીગમાં પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. ગયા વર્ષની ટાઈટલ મેચ પણ આ બંને ટીમો વચ્ચે રમાઈ હતી. જેમાં ધોની એન્ડ કંપનીનો વિજય થયો હતો. દિલ્હી કેપિટલ્સ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું હતું કે, “રિષભ પંત, અક્ષર પટેલ, કેએસ ભરત, પૃથ્વી શો, શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવ મુંબઈની ટીમ હોટલમાં ટીમ સાથે જાેડાઈ ગયા છે.” બેટ્સમેન પૃથ્વી શો, ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર અને ડાબોડી સ્પિનર ??કુલદીપ યાદવને ત્રણ દિવસ માટે હોટલના તેમના રૂમમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવશે. રિષભ પંત, અક્ષર પટેલ અને કે.એસ. ભરત એક બાયો બબલમાંથી બીજા બાયો બબલ તરફ આગળ વધી રહ્યા છે. તે અગાઉ શ્રીલંકા સામે તાજેતરમાં સમાપ્ત થયેલ ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમના બાયો બબલમાં હતો. દિલ્હી કેપિટલ્સ ટીમ ૈંઁન્માં પોતાની પ્રથમ મેચમાં ૨૭ માર્ચના રોજ મુંબઈ ઈન્ડિયન્સ સામે રમશે. ટીમના પૂર્વ સભ્ય શ્રેયસ અય્યર હવે કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જાેડાઈ ગયા છે. તે આગામી સિઝનમાં આ ફ્રેન્ચાઈઝીની જવાબદારી સંભાળતો જાેવા મળશે. રિકી પોન્ટિંગ દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ છે. આવી સ્થિતિમાં તે ફ્રેન્ચાઈઝીને પ્રથમ ટાઈટલ જીતવામાં મદદ કરશે તેવી અપેક્ષા રાખવામાં આવશે. જ્યારે દિલ્હી ટીમમાં સહાયક કોચ તરીકે અજીત અગારકરની સાથે હવે શેન વોટસન પણ ટીમ સાથે જાેડાય ગયા છે. ત્યારે ટીમને લીગમાં પહેલું ટાઇટલ જીતવા માટે વધુ અપેક્ષા છે.


