|
સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–
ખેલને વાલે તો ખેલ હી લેતે હૈં.. યે રંગોંકી બારાત હૈં હોલી.. હા, કોરોના કાળમાં પણ રમવા વાળા તો રંગે રમ્યા જ હોય.. ત્યારે હાલ તો વાતાવરણ પણ ઘણું સ્વસ્થ છે. ઠંડીએ પણ હોળી પહેલાં જ વિદાય લીધી છે એટલે હોળી અને ધૂળેટી પર્વની ઉજવણી તો પૂરજોશમાં જ હોય એમાં કંઈ ન ઘટે ભાઈ..!! હોલી હૈં ભાઈ હોલી ખેલે મિલકર હમજોલી.. જો કે સાવરકુંડલા શહેરમાં હોળી પ્રગટાવવાની પ્રવૃત્તિ ધીમે ધીમે નિરસ થતી જતી હોય તેવું અવશ્ય કહી શકાય. હા, એમ તો શહેરના ઘણા વિસ્તારોમાં રાત્રે હોળી પ્રગટી.. પરંતુ હોળી પ્રગટાવવાની પ્રથા ધીમે ધીમે લુપ્ત થઈ રહી હોય તેવું જોવા મળે છે. હવે હોળીમાં પણ જાણે રાજકારણ ઘુસી ગયું હોય તેમ લાગે છે પછી તો રામ જાણે.. હા, રંગોનો તહેવાર એટલે ઘૂળેટી હજુ બાળકો અને યુવા જગતમાં ઘણો પ્રિય હોય. પરંતુ હવે પહેલાં જેમ જાહેર રસ્તા પર ઘેરૈયાઓ લોકોને રોકીને રંગે રમતાં એ પ્રથા તો લગભગ કેટલાય વર્ષોથી એક સપનાં જેવી બની ગઈ છે. હવે તો જાહેર રસ્તા પર કોઈને રંગ નાખવો એ કાનૂની અપરાધનું સ્વરૂપ લઈ લેતાં લોકો પોતાના મિત્રો સગાસંબંધીઓને ઘરે, ઓફિસે જઈને રંગોની રમઝટ બોલાવતા જોવા મળે છે. હા, પાણીની સમસ્યા દિનપ્રતિદિન વિકટ થતી જતી હોવાથી તિલક હોલીનો એક ટ્રેન્ડ પણ હવે ક્યાંક ક્યાંક જોવા મળે છે. લોકો પણ હવે કેમિકલયુક્ત રંગોને બદલે અબીલ ગુલાલ અને નેચરલ રંગ દ્વારા હોળી રંગે રમવાનો આગ્રહ રાખતાં જોવા મળે છે. પહેલાંના જમાનાનાં ક્રુડ ઓઈલ જેવા રંગોથી રમવાના જમાના ગયા.. બસ રંગ જાના હૈં..!! નીલા, પીલા, ગુલાબી અને કેસુડાંનાં રંગે રંગવાનો એક નવો ટ્રેન્ડ પણ જોવા મળે છે..
Attachments area
|
|
|


