રાજકોટ
રાજકોટના ગોંડલ તાલુકાના ગુંદાળા ચોકડી પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા કેશુભાઈ હકુભાઇ પરમારને તેના જ મોટાભાઈ ભીખાએ બકરાના ચાર આ બાબતે ઝઘડો કરી માથાના ભાગે લાકડાના ધોકા ના બે ફટકા મારતા પ્રથમ ગોંડલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજતા કેશુભાઈના પત્ની શોભનાબેને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૦૨ જી પી એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. કેશુભાઈ પરમારને સંતાનમાં દસ વર્ષનો પુત્ર છે અને ઝૂંપડપટ્ટીમા રહી પશુપાલનનું કામ કરી ઘર ગુજરાન ચલાવતા હતા પરિવારના મોભીએ માથામાં દુખાવાના ફટકારી હત્યા કરી નાખતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. ગોંડલ શહેરના મોવિયા રોડ ખાતે ફૂલવાડી કોમ્પ્લેક્ષ નજીક પરોઢિયે યુવાનની લાશ મળી આવી હતી. રાજકોટ એલસીબીની ટીમે ગણતરીના કલાકોમાં જ આ હત્યા મામલે બે આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, રમેશ જાદવ નામના મૃતક યુવકને એક પરિણીતા સાથે પ્રેમ સંબંધ હતા, જેથી મહિલાના પતિએ જ પોતાના મિત્ર સાથે મળીને તેની હત્યા કરી નાખી હતી.ગોંડલમાં ધૂળેટીના પર્વે ફૂલવાડી ચોકમાં યુવાનની હત્યાની શાહી હજી સુકાઈ નથી ત્યાં ગુંદાળા ચોકડી પાસે પશુઓના ચારા બાબતે મોટા ભાઇએ નાના ભાઇને માથામાં ધોકો મારતા સારવાર દરમ્યાન મોત નિપજતા પોલીસ મથકે હત્યાની ઘટના નોંધવા પામી હતી.


