Madhya Pradesh

ભોપાલમાં લૉ યુનિવર્સિટીના પ્રો. મોહંતી પર ૨૦૦થી વધારે વિદ્યાર્થિનીઓનો યૌનશોષણનો આરોપ

ભોપાલ
ભોપાલની નેશનલ લૉ યુનિવર્સિટી માં યૌનશોષણના કેસમાં બે વિદ્યાર્થિનીએ પ્રો. તપન મોહંતી વિરુદ્ધ સેક્સ્યૂઅલ હેરેસમેન્ટ ૈંઁઝ્ર-૩૫૪ અંતર્ગત ફરિયાદ નોંધાવી છે. મહિલા પોલીસ સ્ટેશનમાં તેના અંતર્ગત બે અલગ અલગ ફરિયાદ નોંધવામાં આવી છે. વિદ્યાર્થિનીઓને લઈને પોલીસ સ્ટેશન પહોંચેલા સ્ટુડન્ટ એસોસિયેશનના વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે કે ૭ દિવસના કાઉન્સેલિંગ પછી તેઓ પોલીસ ફરિયાદ કરવા માટે તૈયાર થઈ છે. સ્ટુડન્ટ્‌સ બાર એસોસિયેશન સાથે જાેડાયેલા વિદ્યાર્થીઓએ ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે પ્રોફેસર મોહંતી પર છેલ્લાં ૨૦ વર્ષથી છેડતી અને મોંઘી ગિફ્ટ લઈને પરીક્ષામાં સારા માર્ક્‌સ આપવા જેવા ગંભીર આરોપ છે. વિદ્યાર્થીઓએ મોહંતી પર તેમના ખાસ લોકોને ટેન્ડર અપાવવાનો ગંભીર આરોપ પણ છે. તેમનો આરોપ છે કે જે જે લોકોએ મોહંતી સામે અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો છે તેણે તેની કારકિર્દી બરબાદ કરી નાખી છે. મોહંતી ફર્સ્‌ટ યરથી જ વિદ્યાર્થિનીઓ પર ગંદી નજર નાખતો હતો. તેની ગંદી હરકતોને કારણે વિદ્યાર્થિનીઓ તેનો ક્લાસ પણ અટેન્ડ કરવાનું ટાળતી હતી. યુનિવર્સિટી પ્રશાસનમાં આરોપી પ્રોફેસરની દખલ હદ કરતાં વધારે છે, તેથી તેનો એક લેવલથી વધારે વિરોધ પણ કરી શકાતો નથી. વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે કે મોહંતીએ ૨૦૦થી વધુ વિદ્યાર્થિનીઓ સાથે ગંદી હરકત કરી છે. મોટા ભાગની વિદ્યાર્થિનીઓ ડરને કારણે સામે નથી આવતી.મ વિદ્યાર્થિનીઓએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી પ્રશાસન તરફથી તેમને સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે. યુનિવર્સિટી પણ ઈચ્છે છે કે પ્રોફેસર મોહંતી પર લાગેલા આરોપો દરેકની સામે આવે. વિદ્યાર્થીઓના જણાવ્યા પ્રમાણે વાઈસ-ચાન્સેલર વી. વિજય કુમારે મોહંતી સામે બે વિકલ્પ મૂક્યા છે. પહેલું એ કે તેઓ રાજીનામું આપે, બીજાે- તેમના વિરોધમાં કેસ ચલાવવામાં આવે. ૧૫ મિનિટ વિચાર્યા પછી મોહંતીએ રાજીનામું આપી દીધું હતું. વિદ્યાર્થીઓએ વધુમાં જણાવ્યું હતું કે રાજીનામું તો કોલેજ પ્રશાસનનો વિષય છે, પરંતુ અમારી પાસે ગુનાહિત પ્રવૃત્તિનો કેસ દાખલ કરવાનો અધિકાર છે. વિદ્યાર્થિનીઓએ જણાવ્યું હતું કે તેમની પાસે પ્રો. મોહંતી વિરુદ્ધ ટેક્સ્ટ મેસેજથી લઈને વીડિયોકોલ જેવા પુરાવા છે, જે તેમણે વિદ્યાર્થિનીઓને મોકલ્યા હતા. આ તમામ પુરાવા પોલીસને મોકલી દેવામાં આવ્યા છે. સ્ટુડન્ટ્‌સ બાર એસોસિયેશન સાથે જાેડાયેલા બે વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે પુરાવા ભેગા કરવાની સાથે સાથે તેમણે અન્ય પીડિત વિદ્યાર્થિનીઓને પણ સામે આવવા કહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *