માંગરોળ,,
કોરોના ના કહેરના કારણે છેલ્લા બે વર્ષથી તહેવારો ની ઉજવણી બંધ હતી કોરોના ની કહેર ફીકકી પડતા આ વર્ષે સરકારશ્રી દ્વારા તહેવારો ઉજવવાની છૂટી મળતા માંગરોળમાં ધુળેટી ની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી દર વર્ષ ની જેમ આ વર્ષે પણ લાલજી મહારાજ મંદિર ના પુજારીશ્રી નિમાવત પરીવાર દ્વારા તેમજ હાટકેશ્વર ગૃપ દ્વારા લાલજી મહારાજ ની રવાડી શહેરના મુખ્ય માર્ગો ઉપર નગર ચચાઁ કરવા કાઢવામાં આવી હતી તેમા ધુન મંડળીઓ યુવક મંડળો જોડાયા હતા તેમના દ્વારા ધુન ની તેમજ રાસોની રમઝટ બોલાવવામાં આવી હતી લાલજી મંદિર રવાડી પરત આવતા લાલજી મહારાજ ની આરતી નો ચઢાવો થતાં તેમના ભક્ત મનાભાઇ વાઘેલા પરિવાર દ્વારા લાલજી મહારાજ ની પુજન વિધિ કરી મહા આરતી કરવામાં આવી હતી અને લાલજી મંદિર ચોક મા ભાઈઓ અને બહેનો દ્વારા રાસ ગરબા રમવામા આવ્યા હતા લાલજી મંદિર ઉત્સવ સમિતિ દ્વારા લાલજી મંદિર ચોકમા બાંધેલી મટકી ફોડવા નો ચઢાવો મનોજભાઈ વિઠલાણી પરિવાર દ્વારા કરી તેમના પરિવાર દ્વારા મટકી ફોડવામા આવી હતી,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

