Goa

ગોવામાં સરકાર બનાવવા માટે અમતિ શાહના ઘરે બેઠક યોજાઈ

ગોવા
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ચાર રાજ્યોમાં ભાજપનો વિજય થયો છે. યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશમાં સીએમ તરીકે શપથ લેશે, પરંતુ મણિપુર, ગોવા અને ઉત્તરાખંડ અંગે સ્થિતિ સ્પષ્ટ નથી. ગોવાના મુખ્યમંત્રીની રેસમાં પ્રમોદ સાવંત નંબર વન પર ચાલી રહ્યા છે. બીજી તરફ મણિપુરમાં પણ એન બિરેન સિંહ રેસમાં આગળ છે. બંને હાલમાં પોતપોતાના રાજ્યોના કાર્યવાહક મુખ્યમંત્રી પણ છે. આ બેઠકમાં ગોવાના નેતા વિશ્વજીત રાણે પણ હાજર હતા. દરમિયાન કોંગ્રેસે તમામ વિકલ્પો ખુલ્લા હોવાનું કહીને રાજકીય તાપમાન વધાર્યું છે. કોંગ્રેસના નેતા કામતે કહ્યું છે કે અમારી પાસે તમામ વિકલ્પો ખુલ્લા છે. ભાજપમાં અત્યારે બધું બરાબર નથી ચાલી રહ્યું. હજુ સુધી પાર્ટી રાજ્યમાં પોતાની સરકાર બનાવી શકી નથી. અમને ભાજપના દાવા પર શંકા છે કે તેને ૨૦થી વધુ ધારાસભ્યોનું સમર્થન છે. હવે કોંગ્રેસના આ નિવેદન પર ભાજપે તીખી પ્રતિક્રિયા આપી છે. ભાજપના નેતા સદાનદ તનવડેની વાત માનીએ તો કોંગ્રેસના નેતાઓએ ભારે દબાણ હેઠળ આવા નિવેદનો કરવાની ફરજ પડી છે. તેમનું કહેવું છે કે કામતને એક પેપર જાેઈને આ બધું કહેવું પડ્યું તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. દેખીતી રીતે તેઓ ઘણા દબાણ હેઠળ છે. ભાજપની આગળની રણનીતિ અંગે તેમણે કહ્યું કે અમારી પાસે રાષ્ટ્રીય પાર્ટી છે. આવતીકાલ સુધી રાહ જુઓ, ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જશે.દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને ભાજપની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં પાર્ટીના ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે આ બેઠકમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, વિશ્વજીત રાણે, મણિપુરના કાર્યપાલક મુખ્યમંત્રી એન બિરેન સિંહ અને ગોવાના કાર્યપાલક મુખ્યમંત્રી પ્રમોદ સાવંત પહોંચ્યા હતા. સાવંત શનિવારે બપોરે દિલ્હી જવા રવાના થયા હતા. તેઓ પહેલા નડ્ડાને મળ્યા અને પછી શાહને મળ્યા. બેઠક દરમિયાન, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સદાનંદ શેટ તનાવડેએ કહ્યું હતું કે ગોવામાં નવી સરકારનો શપથ ગ્રહણ બુધવારે થશે. ગોવાની ૪૦ સભ્યોની વિધાનસભામાં આ વખતે ભાજપને ૨૦ બેઠકો મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *