Gujarat

સોખડા પાસેના અકસ્માતમાં પોલીસે ૩ યુવકોને પકડી પાડ્યા

નડિયાદ
ગત ૧૪મી માર્ચની વડોદરા-અમદાવાદ નેશનલ હાઈવે નં. ૪૮ માતરના સોખડા ગામની સીમમાં વેસ્ટર્ન હોટલની સામે બજાજ ડિસ્કવર મોટરસાયકલ સાયકલ નં. જીજે-૨૭-એન-૨૧૦૨ને પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી વેસ્ટર્ન હોટેલમાં પાર્ક કરેલ કન્ટેનર પાછળ ઘુસી જતા બાઈક સવાર જીતેશભાઇ રમેશભાઇ નૌગીયા, હરીશભાઇ દિનેશભાઇ રાણા, નરેશભાઇ વિજયભાઇ વણઝારા, સુંદરમભાઇ ઉર્ફે છોટુ સુભાષભાઇ યાદવને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમના સ્થળ પર મૃત્યુ નીપજ્યા હતા. માતર પોલીસે આ અંગે ઇ.પી.કો કલમ ૨૭૯, ૩૦૪ મુજબ ગુનો દાખલ તપાસ હાથ ધરી હતી. દરમિયાન બનાવની ગંભીરતાને ધ્યાને લઇ ખેડા એલસીબી પોલીસ પણ તપાસમાં સંકડાઈ હતી. પોલીસને તપાસ દરમિયાન મળેલી માહિતી મુજબ આ અકસ્માત લાગતો નહોતો. પરંતુ કોઇ અંગત ઝઘડાના કારણે આ ઘટના બની હોવાની શંકા ગઈ હતી. જેથી પોલીસે રોડ પરના સી.સી.ટી.વી ફુટેજની ચકાસણી તેમજ રધવાણજ ટોલટેક્ષના માણસોની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે એક કાળા કલરની સ્કોર્પીઓ કાર અકસ્માતમાં મોતને ભેટેલ યુવકોની બાઈકનો નડિયાદથી મારવાના ઇરાદે પીછો કરતી હતી. જેથી ચારેય મૃતક ભયભીત થઇ પોતાની જાન બચાવવા એક બાઇક ઉપર નડિયાદથી અમદાવાદ તરફ જતા હતા. તેમજ વેસ્ટર્ન હોટેલ નજીક આ સ્કોર્પીઓના ચાલકે વધુ સ્પીડ કરી મોટર સાયકલને ટક્કર મારી વેસ્ટર્ન હોટેલના કંપાઉન્ડમાં પાર્ક કરેલા કન્ટેઇનર સાથે અથડાવી ચારેય જણાના માથાને ભાગે ગંભીર ઇજાઓ કરી મોત નીપજાવ્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ જણાઇ આવ્યું હતું. માતર પોલીસ દ્વારા એલ.સી.બી ખેડાની મદદથી આ કાળા કલરની સ્કોર્પીઓ ગાડી જીજે-૦૧-ઇએસ-૯૮૪૭ને શોધી કાઢવામાં આવી હતી.તેમજ પોલીસે ગુનામાં સંડોવાયેલ સ્કોર્પીઓના ચાલક રવિ ગોપાલ તળપદા (રહે. નડીયાદ મરીડા ભાગોળ), ધર્મશ ઉર્ફે કાળુ તળપદા (રહે. રામતલાવડી મીશન રોડ નડિયાદ) અને વિજય ઉર્ફે દીપો અરવિંદ તળપદા (રહે.શીતલ સિનેમા સામે નડિયાદ)ને દબોચી લીધા છે. તપાસ દરમિયાન આરોપીઓએ સ્કોર્પિયો કારની આગળની નંબર પ્લેટ ઇરાદાપૂર્વક કાઢી નાંખી ગાડીમાં મુકી દીધી હતી, તેમજ ગાડીમાંથી એક કવરવાળુ ખંજર મળી આવ્યું હતું. તેમજ આ ઘટનાને નજરે જાેનારા પ્રેમ રાકેશભાઇ રૂબલાલ પાલ, સતીષભાઈ અરુણભાઇ રાજબહાદુર પાંડે તથા પંકજભાઇ રાજુભાઇ કનૈયાલાલ ભાવસારે (રહે અમદાવાદ) પોલીસને આપેલી કેફિયત મુજબ ગત ૧૩ માર્ચના રોજ ઉક્ત ત્રણેય ઇસમો તથા મૃતક ચારેય ઇસમો એક એક્સેસ નંબર જીજે-૦૭-ડીએસ-૩૯૦૯ તથા એક મોટર સાયકલ લઇ અમદાવાદથી નડિયાદ ખાતે રહેતા આશિષ સાથે વાતચીત કરવા આવ્યા હતા. નડિયાદ રેલ્વે સ્ટેશન ખાતે વાતચીત દરમિયાન ઝઘડો થવાની ભીતિ ઉભી થતા ઉક્ત સાતેય જણા એક્સેસ તથા મોટર સાયકલ લઇ અમદાવાદ તરફ જતા રહ્યા હતા. જેમની પાછળ ઉક્ત કાળા કલરની સ્કોર્પીએ પીછો કરી તેમાં બેઠેલા માણસોએ બુમો પાડી ગાડી રોકો નહિ તો મારી નાંખીશું તેવું જણાવ્યું હતું. જેથી સ્કોર્પીઓ ગાડી એક્સેસ ગાડીને ઓવરટેક કરી મૃતકોની બાઇક પાછળ હંકારી હતી અને પછી વેસ્ટર્ન હોટેલ આગળ આવતા સ્કોર્પીઓએ બાઇકને ટક્કર મારી હતી.? જેના બાદ આ કાર ત્યાંથી પલાયન થઇ ગઇ હતી. પોલીસે ઝડપેલા ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી આગામી રિમાન્ડ માંગ્યા હતા. દરમિયાન કોર્ટે ૨૨ માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે આ અંગત અદાવતમાં અકસ્માત વીથ મર્ડરના બનેલ ગુનામાં કઈ અંગત અદાવતને કારણે ઝઘડો થયો તે આગળની તપાસમાં ખુલશે.

Accused-Singwad-escapes-from-Holi-fair.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *