પાટણ
નર્મદા કેનાલમાં અપમૃત્યુના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. કેનાલમાં અકસ્માતે પડી જવાથી અથવા આત્મહત્યા કરવાથી કેટલાયના મોત થઈ ચૂક્યા છે. ત્યારે વધુ એક યુવક નર્મદા કેનાલમાં ડૂબ્યો હતો. પાટણના સાંતલપુરમાં રણમલપુર નર્મદા કેનાલમાં યુવક ડૂબ્યો હતો. પાટણના વૌવા ગામનો યુવક હોવાથી શક્યતા જાેવા મળી રહી છે. જેને લઈ સ્થાનિકોના ટોળા કેનાલ પાસે દોડી આવ્યા હતા. કેનાલની બહાર બાઈક મળી આવી હતી. જેને લઈ યુવકની સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસને પણ ઘટનાની જાણ થતા સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.પાટણના સાંતલપુર નજીક નર્મદા કેનાલમાં યુવક ડૂબ્યો હતો. કેનાલની બહાર બાઈક મળી આવતા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવકની શોધખોળ હોથ ધરાઈ છે. આ ઘટનાની પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.


