દાહોદ
દાહોદ જિલ્લામાંથી વધુ બે નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. જેમાં અપહરણ બળાત્કારનો આરોપી સીંગવડ હોળીના મેળામાંથી ઝડપાયો હતો. જ્યારે છોટાદેપુરમાં દારૂના ગુનામા વોન્ટેડ વાંદરનો આરોપી હોળી કરવા આવતાં ઘરેથી ઝડપ્યો હતો. રંધીકપુર પોલીસ મથકમાં દાખલ અપહરણ અને બળાત્કારના ગુનામાં નાસતા ફરતો આરોપી માતાના પાલ્લાનો નિલેશ ચંદુ બારીયા સીગવડ હોળીના મેળામાંથી ઝડપી પાડ્યો હતો. જ્યારે વાંદરનો રાજેશ દલસીંગ બારીયા હોળીનો તહેવાર કરવા ઘરે આવ્યો હોવાની માહિતીના આધારે તેને ઘરેથી ઝડપી પાડ્યો હતો. આમ પોલીસને સફળતા મળી હતી. ધાનપુર પોલીસ મથકમાં દાખલ દારૂના ત્રણ ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા ચાર મહીનાથી નાસતા ફરતા આરોપી ગઢવેલનો હીતેશ રાઠવા હોળીનો તહેવાર કરવા ઘરે આવ્યો હોવાની બાતમી મળતાં પોલીસે તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. એક વર્ષથી નાસતો ફરતો નઢેલાવ ગામનો દલસીંગ પાળીયા ભુરીયા પણ હોળી તહેવાર માટે ઘરે આવ્યો હોવાની બાતમી ઘરેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


