ભરૂચ
‘સ્વચ્છ ભારત મિશન’ અને ‘ક્લીન પોર્ટ ઈનિશિએટિવ’ના ભાગરૂપે રાજ્યના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ અને પેટ્રોનેટ એલ એન જી કંપનીના સિનિયર અધિકારીઓની હાજરીમાં ભરૂચ નગરપાલિકાને માઉન્ટેડ રોડ સ્વીપર્સ મશીનને ફ્લેગ ઓફ કરી અર્પણ કરવામાં આવ્યું હતું. આ મશીન ધૂળ સાફ કરવા, સંગ્રહ કરવા અને નિકાલ માટે કાર્યક્ષમ અને અસરકારક છે. જે સુક્ષ્મ સફાઇ માટે પણ સક્ષમ હોવાથી શહેરના રસ્તાઓની સફાઇ માટે આશીર્વાદ સમાન બનશે. નગરપાલિકાના વિસ્તારમાં આવતા મુખ્ય માર્ગો પર મશીન દ્વારા સફાઈ કરાતા મેનપાવરની બચત થશે અને તેનાથી શહેરમાં મુખ્ય માર્ગ સિવાયના સોસાયટીઓના આંતરિક માર્ગોની સફાઈમાં મદદરૂપ રહેશે. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, ચીફ ઓફિસર દશરથ ગોહિલ, કારોબારી અધ્યક્ષ નરેશ સુથારવાળા તેમજ નાગર સેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ભરૂચ નગરપાલિકાને પેટ્રોનેટ એલએનજી કંપની દ્વારા સી.આર.સી ફંડમાંથી માર્ગોની સફાઈ માટે રૂ. ૧.૩૬ કરોડની કિંમતનું માઉન્ટેડ રોડ સ્વીપર મશીન અર્પણ કરવામાં આવ્યું હતું.


