ઊના ભાવનગર હાઇવે રોડ પર આવેલ કાણકબરડા ગામના પાટીયા નજીક હાઇવે રોડ પર સમમોટા ખાડા તેમજ ધુળની ડમરી ઉડતી હોવાના કારણે વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. હાઇવે રોડ પર રોજીંદા હજારો નાના મોટા વાહન ચાલકોની અવર જવર સતત રહેતી હોય છે. અને છેલ્લા ઘણા સમયથી હાઇવેની કામગીરી ધીમીગતિથી ચાલતી હોવાથી આ રસ્તા પર પડેલા ખાડાને રીપેરીંગ કરવામાં આવતુ નથી. બિસ્માત રસ્તાથી જાણે અધિકારીઓ અજાણ હોય તેમ અવાર નવાર આ રસ્તા બાબતે રજુઆતો કરવા છતાં આંખ આડા કાન કરતા હોય તેવો ઘાટ સર્જાયેલ છે. ત્યારે આ બિસ્માર રસ્તાના કારણે વાહન ચાલકોને પણ ભારે નુકસાન પહોચી રહ્યુ છે. જ્યારે હાઇવે દ્રારા અવાર નવાર રસ્તા પર થીંગડા મારી ચાલ્યા જતા હોય ત્યાર બાદ ફરી એજ સ્થિતીનુ નિર્માણ થઇ જતું હોય અને ધુડની ડરીઓ ઉડતા સામે આવતા વાહન પણ દેખાતા નથી. અને વાહનની લાઇટ ફરજીયાત શરૂ રાખવી પડે છે. આથી આ બિસ્માતર રસ્તાને તાત્કાલીક રીપેરીંગ કરવા લોકોની માંગણી ઉઠવા પામેલ છે.


