ફુલકાથી મઘરડી ગામે જતો હતો ત્યારે ઘટના બની હતી..
ગીરગઢડાના ફુલકા મઘરડી રોડ પર યુવાને બાઇક પરનો કાબુ ગુકાવી દેતા અકસ્માતમાં યુવાનને ગંભીર ઇજા થઇ હતી. આ અકસ્માતમાં યુવાનોને સારવાર મળે તે પહેલા સ્થળ પરજ મોત નિપજતા પરીવારમાં શોકનું મોજુ ફુળી વળ્યુ હતું. આ અંગે ગીરગઢડા પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરેલ છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ગીરગઢડાના મઘરડી ગામે રહેતા મહેશભાઇ નાનુભાઇ ભાલીયા ઉ.વ.૨૧ પોતાની બાઇક નં. જીજે ૩૨ પી ૮૧૨૨ પર ફુલકા થી મઘરડી ગામે પોતાના ઘરે જતો હતો. એ દરમ્યાન ફુલકા રોડ પર આવેલ રાજસીભાઇ વરજાંગભાઇ પરમારની વાડી પાસે રસ્તા પર મહેશભાઇ પોતાની મેળે અચાનક બાઇક પરનો કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયેલ હતો. જેમાં મહેશભાઇને માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા લોહીલોહાણ હાલતમાં રસ્તાની સાઇડમાં બેભાન પડેલ હોય આજુબાજુના લોકોને જાણ થતાં ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુન્સને જાણ કરી હતી. પરંતુ યુવાનને સારવાર મળે તે પહેલા તેનું ઘટના સ્થળે મોત નિપજેલ હતું. આમ અકસ્માતની ઘટનામાં મોત થતા તેમના પરીવારજનોમાં શોકનું મોજુ ફળી વળ્યુ હતું. અને આ અંગેની મૃતક યુવાનના કાકા લાખાભાઇ વીરાભાઇ ભાલીયાએ ગીરગઢડા પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરેલ છે.
