ઊનાના ઝંખરવાડામાં પરણીત મહીલાને તેમના પતિ, સાસુ સહીત ચારેયે માનસીક ત્રાસ આપ્યો..
ઊનાના ઝાંખરવાડા ગામે રહેતી પરણીત મહીલાને તેનાજ પતિ, સાસુ, દિયર સહીત ચારેય શારીરીક માનસીક ત્રાસઆપી ઢીકાપાટુથી મારમારી કાઢી મુકતા મહીલાએ નવાબંદર મરીન પોલીસમાં ફરીયાદ નોધાવી હતી.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ઝાંખરવાડા ગામે રહેતી પરણીત મહીલા લાખુબેન ધનજીભાઇ ડોડીયાને તેનાજ પતિ ધનજી જીણા ડોડીયા, સાસુ મોંધીબેન જીણા ડોડીયા, દિયર પ્રતિક જીણા ડોડીયા તેમજ દર્શનાબેન ધીરૂ વાજા રહે. ઝાંખરવાડા આ ચારેયએ લાખુબેનને કહેલ કે તુતો ભુખેલ ઘરની દિકરી છો તને કોઇ ઘરકામ કે રસોઇ કામ આવડતુ નથી તેમ કહી શારીરીક માનસીક દુઃખત્રાસ આપી જેમ ફાવેતેમ ભુંડી ગાળો આપી ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી પહેરેલ કપડે કાઢી મુકતા આ અંગે મહીલાએ નવાબંદર મરીન પોલીસમાં ચારેય વિરૂધ ફરીયાદ નોધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.
