ઊના – ઊનાના મોટાડેસર ગામે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં યોજાયો હતો. જેમાં જુદા જુદા નિષ્ણાતો દ્વારા 300 થી વધુ દર્દીઓને તપાસ કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં સિલોજ ગામના સરપંચ ભીમાભાઈ સોલંકી, મોટાડેસર ગામના સરપંચ પ્રતિનિધિ ભરતભાઈ શિંગડ, તલાટી કમ મંત્રી ગૌતમભાઈ અને નગાભાઈ સોલંકી, જુદા જુદા ગામના આગેવાનો, ગામના વડીલો, ભાઈઓ તથા બહેનો, યુવાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નિઃશુલ્ક નિદાન કેમ્પમાં ડો. મયુરભાઈ ચારણિયા, ડો.હાર્દિકભાઈ ચારણિયા, ડો. નિખિલભાઈ ઉપાધ્યાય, ડો. દેવાંશીબેન જોષી, ડો. આકશભાઈ મોણપરા, ડો. જગદીશભાઈ સોલંકી, ડો. ભાર્ગવભાઈ ચાવડા અને ડો. હર્ષલભાઈ વાઘે તેમજ નર્સિંગ સ્ટાફ દ્વારા સેવા પૂરી પાડવામાં આવી હતી.


