ખોડલધામમાં આજે પાસ નેતાઓ અને નરેશ પટેલ વચ્ચે બેઠક યોજાય હતી
ઉત્તર ગુજરાતના પાસ કન્વીનર ગીતા પટેલ સહિત,મનોજ પનારા સહિત 300 લોકો ખોડલધામ આવ્યા હતા
ખોડલધામમાં આજે પાસ અને નરેશ પટેલ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં પાસ કન્વીનર ગીતા પટેલ સહિત ઉત્તર ગુજરાતના 300 લોકો બેઠકમાં જોડાયા હતા. ગીતા પટેલે જણાવ્યું હતું કે, નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી અમારી ઈચ્છા છે. પરંતુ નરેશ પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, રાજકારણમાં જોડાવા માટે મને સમય આપો. રાજકારણમાં જોડાવાના નિર્ણય બાદ જ હું પાર્ટી નક્કી કરીશ.
ખોડલધામ ચેરમેન નરેશ પટેલના જણાવ્યા મુજબ બહેનો અને યુવાન મિત્રોની ખૂબ લાગણી છે કે, હું રાજકારણમાં આવું. દરેક સમાજની લાગણી મારે જોવાની હોય છે. રાજકારણમાં જોડાવા હજુ થોડો સમય આપો, રાજકારણમાં જોડાવું કે નહીં તે અંગે હું મીડિયાના માધ્યમથી જાણ કરીશ. રાજકારણમાં જોડાવાના નિર્ણય બાદ પાર્ટી નક્કી કરીશ. ખોડલધામ પવિત્ર પરિસર છે, આ પરિસરમાં ક્યારેય રાજકારણની વાત કરતા નથી. ખોડલધામ રાજકારણનું માધ્યમ નથી, ફક્ત સંગઠનની વાત અને સમાજના પ્રશ્નોની ચર્ચા કરીશું.
નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી અમારી ઈચ્છા છે,કોંગ્રેસ નેતા અને પાસ આગેવાન ગીતા પટેલે કહ્યું કે
પાટીદાર આંદોલન વખતે સરકારે પાટીદાર સમાજ પર અત્યાચાર ગુજાર્યો હતો. તેમાં નરેશ પટેલ ન જોડાય તેવી ઈચ્છા છે. નરેશ પટેલ ગમે તે પક્ષમાં જાય મારી એમની સાથે શુભેચ્છા જોડાયેલી છે. સમાજની લડાઈ જ્યારે લડવી હોય તો સામા પક્ષે જ રહીને લડવી પડે. સરકારે પાટીદારો પર કેસ પાછા ખેંચવાની વાત કરી છે પણ હજુ સુધી કેસ પાછા ખેંચાયા નથી. આ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી
નરેશ પટેલને મોરબી પાસ આગેવાન મનોજ પનારા કોંગ્રેસમાં જોડાવા માટેનું આમંત્રણ આપ્યું છે. ઉત્તર ગુજરાતના તમામ પાટીદાર આગેવાનો દ્વારા કોઇપણ સંજોગોમાં એક થવા માટે કોંગ્રેસમાં જોડાવા માટે આમંત્રણ આપવા માટે આવ્યા હતા. અમારા મત મુજબ નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય એવી અપેક્ષા રાખી છે. સરદાર વલ્લભભાઈ પટેલ પછી નરેશ પટેલ પાટીદાર નેતૃત્વ માટે એક વીર ભામાશા મળ્યા છે. પાટીદાર સમાજ બે ફાટામાં વહેંચાયો સમાજ હતો. નરેશ પટેલના પ્રયાસથી ઉમા-ખોડલના નામથી બંને સમાજ એક નેજા હેઠળ આવ્યો છે.
કોંગ્રેસનાં નેતા અને પાસ કન્વીનર નરેન્દ્ર પટેલે પોતાના મંત્વયમાં કોંગ્રેસ પક્ષના જોડાવવા માટેનું આમંત્રણ આપ્યુ હતું..અને કહ્યુ હતું કે, ઉત્તર ગુજરાતના તમામ પાટીદાર આગેવાનો દ્વારા કોઈ પણ સંજોગોમાં એક થવા માટે કોંગ્રેસમાં જોડાવવા માટે આમંત્રણ આપવા આવ્યા હતા..અને નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી અપેક્ષાઓ રાખ્યે છીએ ઉતર ગુજરાતમાં નરેશ પટેલ સાથે વિશાળ રેલી કાઢીશું.
હરેશ ભાલીયા જેતપુર


