રિપોર્ટર.મકસુદ કારીગર.ખેડા-કઠલાલ
કપડવંજના વતની મહંમદ તૌકીર અલાઉદ્દીન કારીગરે પંડિત દિનદયાલ પેટ્રોલિયમ એન્જીનીયરીંગ ગાંધીનગર થી GATE-2022 પેટ્રોલિયમ એન્જીનીયરીંગ ની પરીક્ષામાં ઓલ ઈન્ડિયા લેવલે ૧૮ મો ક્રમ પ્રાપ્ત કરી કારીગર સમાજ કપડવંજ તથા કપડવંજનું ગૌરવ વધારેલ છે. જ્યારે આ અગાઉ પણ ૧૨ સાયન્સ માર્ચ ૨૦૧૭ માં સી.એન વિદ્યાલય કપડવંજ માં પણ તેમણે ફર્સ્ટ નંબર મેળવ્યો હતો જ્યારે આ વખતે પણ તેઓ એ એન્જીનીયરીંગ ની પરીક્ષામાં ઓલ ઈન્ડિયા લેવલે ૧૮ મો ક્રમ પ્રાપ્ત કર્યો છે જે બદલ કારીગર સમાજ કપડવંજ તરફ થી મહંમદ તૌકીર અલાઉદ્દીન કારીગર ને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.


