ગિરગઢડા
ભરત ગંગદેવ…
કોડીનાર ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કોડીનાર સ્મશાનના બગીચામાં માળા,પાણીનાં કુંડા અને અનાજ રાખવાની સો જેટલી ટ્રે ઝાડ પર લગાડવામાં આવી.સાથે નગરજનોને અપીલ પણ કરવામાં આવી કે, કોઈ કારણોસર સ્મશાને આવવાનું થાય ત્યારે ચકલીઓ માટે અનાજના ઝીણા દાણા લઈને આવે.
20-માર્ચ વિશ્વ ચકલી દિવસને લઈને કોડીનાર ખાતે પ્રકૃતિ નેચર ક્લબ,મીડિયા કર્મીઓ અને વિવિધ સમાજના યુવાનોએ એકઠા થઈ સો જેટલા ચકલીના માળા,અનાજ માટેની ટ્રે તથા પાણીનાં કુંડા કોડીનાર સ્મશાન ઘાટ પાસે આવેલા બગીચાના વૃક્ષો પર લગાવ્યા હતા. પ્રકૃતિ નેચર ક્લબ કોડીનારનાં ઉપ પ્રમુખ જીજ્ઞેશભાઈ ગોહિલે જણાવ્યું હતું કે, ”ચકલીએ સામાજિક પક્ષી છે.માનવ વસાહત સાથે રહેનાર પક્ષી હોવાને કારણે કુદરતી સફાઈ કામદારનું કાર્ય કરે છે.તો પોષણનના પીરામીડને જોડવાનું કાર્ય કરે છે.”
વર્તમાન સમયમાં વિશ્વમાં સિમેન્ટ-કોન્ક્રીટનાં જંગલો વધી રહ્યા છે ત્યારે ચકલીઓનું અસ્તિત્વ જોખમાયું છે.જેને કારણે સમગ્ર વિશ્વમાં અનેક સમસ્યાઓ સર્જાઈ છે.ચકલીએ કુદરતનો સફાઈ કામદાર હોય તેમજ પર્યાવરણનું સંતુલન જાળવવા અનિવાર્ય હોય 20 માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં ચકલી દિવસ ઉજવવામાં આવે છે. કોડીનાર ખાતે પણ પ્રકૃતિ નેચર ક્લબ દ્વારા આજે વિશ્વ ચકલી દિવસ ઉત્સાહ ભેર ઉજવવામાં આવ્યો હતો.જેમાં સામાજિક અગ્રણી
અલ્પેશભાઈ ડોડીયા.પર્યાવરણ પ્રેમી અમિતભાઈ જાની, ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના યુવા પત્રકાર રોહિતસિંહ બારડ, સંગઠન પ્રમુખ ભરતભાઈ સહિતનાં અન્ય યુવાનો જોડાયા હતા.
કોડીનાર ખાતેના સ્મશાન નાં બગીચામાં અનેક વૃક્ષો આવેલા છે.જેને આશ્રિત અનેક ચકલીઓનો વસવાટ છે.ત્યારે અહીં ચકલીઓને પૂરતા પ્રમાણમાં ખોરાક,પાણી અને યોગ્ય વાતાવરણ મળી રહે તેવા શુભ હેતુથી અહીંના ઝાડ પર અનેક માળાઓ, પાણીના કુંડાઓ ગોઠવવામાં આવ્યા હતા.સાથે નગરજનોને અપીલ કરવામાં આવી હતી કે, કોઈ કારણસર સ્મશાને આવવાનું થાય ત્યારે કાચા અનાજના ઝીણા દાણા અહીં લઈને આવે અને ઝાડ પર ગોઠવેલા સિક્કાઓમાં રાખે જેથી ચકલીઓની વૃદ્ધિ થઈ શકે.
Attachments area


