સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————-શ્રી વી.ડી કાણકિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આજરોજ શ્રી નૂતન કેળવણી મંડળના પૂર્વ પ્રમુખ અને વર્તમાન ટ્રસ્ટીશ્રી નરેન્દ્રભાઈ અમૃતલાલ મહેતા નાગેશ્રીવાળા હાલ મુંબઈનો શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ હોય તો તેમના સદગત દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આજરોજ શ્રી વી ડી કાણકિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ પરિવાર દ્વારા કરવામાં આવેલ પ્રિન્સિપાલ શ્રી શૈલેષભાઈ રવિયા, વાઇસ પ્રિન્સિપાલ જાની સાહેબ, પ્રો. ભટ્ટ સાહેબ, પ્રો ચૌહાણ સાહેબ, અર્જુનસિંહ પરમાર, પાર્થભાઈ ગેડીયા, પુષ્પાબેન, રીંકુબેન તથા નોન ટિચીંગ સ્ટાફ દ્વારા આજરોજ શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ તેમ કાણકિયા કોલેજ સાવરકુંડલાના કેતનભાઈ પંડ્યાએ એક યાદીમાં જણાવ્યું હતું.


