Gujarat

 પાલનપુર મુકામે સંસ્કાર ભારતી, બનાસકાંઠા ની પ્રથમ બેઠક મળી

  ગિરગઢડા
   ભરત ગંગદેવ.
તાજેતરમાં તારીખ 20-3-2022 રવિવારે સંસ્કાર ભારતી,બનાસકાંઠાની પ્રથમવાર બેઠક પાલનપુર ખાતે મળી હતી.
આ બેઠકમાં પ્રાંત બૌધ્ધિક પ્રમુખ  કૈલાશભાઈ ત્રિવેદી , વિભાગ બૌધ્ધિક પ્રમુખ  નૈલેષભાઈ જોષી , ડો.અજયભાઈ જોષી , અનિકેતભાઇ ઠાકર ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કૈલાશભાઈ ત્રિવેદી તેમજ ડૉ.અજયભાઈ જોષી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું અને વિવિધ વિધાઓના સંયોજકની જવાબદારી સોંપવામાં આવી હતી.
સંસ્કાર ભારતી , બનાસકાંઠા ના અધ્યક્ષ તરીકે ડૉ. ઋષિકેશ રાવલ  , મહામંત્રી – મહેન્દ્રભાઈ પરમાર , કોષાધ્યક્ષ – આશુતોષભાઈ દવે તેમજ વિવિધ વિધા ના સંયોજક તરીકે
સંગીત વિધા :  ધર્મેશભાઈ પ્રજાપતિ,
નાટ્ય વિધા :  ગિરધારી ગેહાની,
નૃત્ય વિધા :  કનુભાઈ પ્રજાપતિ ,
ચિત્ર કલા :  ચંદુભાઈ મોદી,
સાહિત્ય :  ભગવાનભાઈ બંધુ,
ભૂઅલંકરણ : શ્રીમતી રેખાબેન ચૌહાણ,
માટીકામ : સુમન કટારીયા,
લોકકલા :  ધનશ્યામદાન ગઢવીની નિમણૂક કરાઈ હતી.
 આમ ઉપરોક્ત જવાબદારીઓ ની રચના કર્યા બાદ આગામી સમય માં સંસ્કાર ભારતી, બનાસકાંઠામાં સદસ્યતા અભિયાન ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
બેઠકના અંતમાં અધ્યક્ષ  ઋષિકેશભાઈ રાવલ દ્વારા આગામી સમય માં સંસ્કાર ભારતી, બનાસકાંઠા ને સક્રિય કરી કલાજગતમાં ભારતીય સંસ્કૃતિ ના સંવર્ધન , રક્ષણ અને વિકાસ ને ચરિતાર્થ કરવાની વાત મૂકી બનાસકાંઠા જિલ્લાની પ્રથમ બેઠકમાં ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓનો આભાર માનવામાં આવ્યો હતો.
Attachments area

IMG-20220321-WA0179.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *