Maharashtra

ડિરેક્ટર વિપુલ શાહની નવી ફિલ્મમાં દેશનું સૌથી મોટું રહસ્ય ખોલશે

મુંબઈ
દેશના દક્ષિણમાં સ્થિત કેરળનું કનેક્શન આતંકવાદી સંગઠન ૈંજીૈંજી સાથે જાેડાયેલું છે. વિપુલ શાહ દ્વારા મંગળવારે આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતુ, જે મુજબ કેરળ રાજ્યની હજારો દિકરીઓ દિવસેને દિવસે ગાયબ થઈ રહી છે અને છેલ્લા ૧૨ વર્ષથી આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે.જેના પર આ ફિલ્મ બનાવવામાં આવી છે. ટીઝરની શરૂઆત ૨૦૦૬ થી ૨૦૧૧ સુધી કેરળના મુખ્ય પ્રધાન રહેલા વીએસ અચ્યુતાનંદનના એક કથિત નિવેદનથી શરૂ થાય છે.જેમાં તેઓ કહેતા જાેવા મળે છે, લોકપ્રિય મોરચો કેરળને ઇસ્લામિક રાજ્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પ્રતિબંધિત સંગઠન દ્ગડ્ઢહ્લની જેમ, તેઓ પણ આગામી ૨૦ વર્ષમાં કેરળને મુસ્લિમ રાજ્યમાં રૂપાંતરિત કરવાનું ધ્યેય છે. ટીઝરમાં બતાવવામાં આવ્યું છે કે છેલ્લા ૧૦ વર્ષમાં હજારો છોકરીઓને ૈંજીૈંજી અને અન્ય ઇસ્લામિક યુદ્ધ ઝોનમાં તસ્કરી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ ૩૨ હજાર છોકરીઓની કહાની પર આધારિત છે જે છેલ્લા ૧૦ વર્ષથી મળી નથી અને આ સંખ્યા સતત વધી રહી છે. ફિલ્મના નિર્માતા વિપુલ અમૃત લાલ શાહ સુદીપ્તો સેન સાથે મળીને આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. વિપુલ અમૃતલાલ શાહે તાજેતરમાં વિદ્યુત જામવાલ સાથે ફિલ્મ ‘સનક’ બનાવી હતી જે ર્ં્‌્‌ પર રિલીઝ થઈ હતી. આ સિવાય તેની વેબ સિરીઝ ‘હ્યુમન’ના પણ લોકોએ ખૂબ વખાણ કર્યા છે. આ વેબ સિરીઝમાં વિપુલ અમૃતલાલ શાહની પત્ની શેફાલી શાહ પણ જાેવા મળી હતી. શેફાલીની ફિલ્મ ‘જલસા’ પણ ગયા અઠવાડિયે પ્રાઇમ વિડિયો પર રિલીઝ થઈ હતી. ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ની વધુ વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ એ સમજી શકાય છે કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની જેમ આ ફિલ્મ પણ દેશના લોકો પર થયેલા અત્યાચારની કહાનીને એક અલગ દ્રષ્ટિકોણથી જાેવાનો પ્રયાસ કરશે.કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશના વિવિધ રાજ્યોમાં ‘ઈતિહાસના પાનાઓ’માં છુપાયેલી કહાનીઓને બતાવવા માટે હિન્દી સિનેમામાં શરૂ કરાયેલા અભિયાનમાં હવે કેરળનો નંબર છે. સિંઘ ઈઝ કિંગ,ફોર્સ અને કમાન્ડો જેવી ફિલ્મોથી પ્રખ્યાત થયેલા નિર્માતા વિપુલ અમૃત શાહે એવી ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે જેની કહાની સત્ય હકીકત છે.

The-Kerela-Story-Vipul-Amrutlal-Shah.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *