Uttarakhand

ઉત્તરાખંડના ૧૨મા સીએમ તરીકે પુષ્કરસિંહ ધામીએ શપથ લીધા

ઉત્તરાખંડ
પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમજ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ઘણા મહાનુભાવોની હાજરીમાં દેહરાદૂનના પરેડ ગ્રાઉન્ડ ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. શપથ ગ્રહણ સમારોહ પ્રથમ વખત રાજભવનની બહાર પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. ઉત્તરાખંડના નિરીક્ષક અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ દ્વારા ધામીની મુખ્યમંત્રી તરીકે રાજ્યાભિષેકની જાહેરાત કરવામાં આવી ત્યારથી જ પરેડ ગ્રાઉન્ડ પર શપથગ્રહણ સમારોહની તૈયારીઓ ચાલી રહી હતી. ખાટીમા સીટ પરથી ધામીની હાર બાદ સીએમ બનવા માટે ધારાસભ્યોમાં લોબિંગ શરૂ થતાં ધારાસભ્યોને સીએમની રેસમાં દિલ્હીમાં હાઈકમાન્ડ સમક્ષ દબાવ સર્જતા પણ જાેવામાં આવ્યા હતા. ધારાસભ્ય દળની બેઠક બાદ હાઈકમાન્ડે ધામીના નામ પર સહમતિ દર્શાવી હતી. ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતી સાથે જીત મેળવી છે. ૭૦ બેઠકોવાળા ઉત્તરાખંડમાં ભાજપના ખાતામાં ૪૭ બેઠકો આવી છે. કોંગ્રેસને ૧૯ બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો, જ્યારે, બસપાએ વાપસી કરીને બે બેઠકો જીતી લીધી હતી અને બે અપક્ષ ઉમેદવારોએ પણ ચૂંટણી જીતવામાં સફળ થયા હતા.પુષ્કર સિંહ ધામીએ ઉત્તરાખંડના ૧૨મા મુખ્યમંત્રી તરીકે પદ અને ગુપ્તતાના શપથ લીધા. રાજ્યપાલ ગુરમીત સિંહે ધામી અને તેમના મંત્રીમંડળને શપથ લેવડાવ્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં હાર્યા હોવા છતા, ધામીએ સતત બીજી વખત ઉત્તરાખંડના મુખ્યમંત્રી બનીને રેકોર્ડ બનાવ્યો છે. ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી બાદ ભાજપ હાઈકમાન્ડે તેમને રિપીટ કરવાનો ર્નિણય લીધો છે. ધામીની સાથે આઠ કેબિનેટ મંત્રીઓના નામની પણ જાહેરાત કરવામાં આવી હતી, જેમાં સતપાલ મહારાજ, ધન સિંહ રાવત, સુબોધ ઉનિયાલ, ગણેશ જાેશી, રેખા આર્ય અને પ્રેમચંદ અગ્રવાલે પણ શપથ લીધા હતા. પ્રથમ વખત સિતારગંજના ધારાસભ્ય સૌરભ બહુગુણા અને બાગેશ્વરના ધારાસભ્ય ચંદન રામને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે.

BJPs-Pushkar-Singh-Dhami-takes-oath-as-the-Chief-Minister-of-Uttarakhand.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *