Delhi

અમેરિકી વાયુસેનામાં તૈનાત ભારતીયોને તિલક લગાવવાની છુટ મળી

નવીદિલ્હી
અમેરિકી વાયુસેનામાં તૈનાત ભારતીયોને તેમની વર્દી સાથે તિલક લગાવવાની ધાર્મિક છૂટ મળી ગઈ છે. આ ર્નિણય એફઈ વોરેન એરફોર્સ બેસ વ્યોમિંગના અમેરિકી વાયુસેનામાં એરમેન દર્શન શાહના કારણે લેવાયો છે. દર્શન શાહની માંગણી હતી કે તેમને તિલક લગાવવાની ધાર્મિક છૂટ આપવામાં આવે. તેમની આ માંગણીની સોશિયલ મીડિયામાં ખુબ ચર્ચા પણ થઈ હતી. ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ તેમને યુનિફોર્મ સાથે તિલક લગાવવાની પહેલીવાર મંજૂરી મળી હતી. દર્શન શાહનું કહેવું છે કે ટેક્સાસ, કેલિફોર્નિયા, ન્યૂજર્સી અને ન્યૂયોર્કમાં રહેતા મારા મિત્રો અને પરિવારજનો એ વાતથી ખુશ છે કે વાયુસેનામાં આ અંગે મોટો ર્નિણય લેવાયો છે. દર્શન શાહના સંપ્રદાયના લીડર ગુરુહરિ મહંત સ્વામી મહારાજે અનેક હિન્દુ સંતો સાથે તેમને સમર્થન આપ્યું હતું. દર્શન શાહને માઈટી નાઈન્ટીમાં પણ તેમના સપોર્ટર્સનો સાથે મળ્યો. અમેરિકી પ્રશાસનનો આ એક મહત્વપૂર્ણ ર્નિણય ગણવામાં આવી રહ્યો છે. દર્શન શાહ ભારતીય મૂળના છે. તેમનો જન્મ એક ગુજરાતી પરિવારમાં થયો છે. દર્શને કહ્યું કે દરરોજ કામ કરતી વખતે તિલક ચંદન લગાવવું ખરેખર અદભૂત છે. મારી આસપાસના તમામ લોકો મને શુભેચ્છા પાઠવી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે મે આ ધાર્મિક મંજૂરી માટે ખુબ મહેનત કરી છે. આ તિલકે મને અનેકવાર માર્ગદર્શન આપ્યું છે. સનાતન ધર્મમાં તિલક લગાવવાની પરંપરા રહી છે. દર્શન શાહે કહ્યું કે તેઓ આભારી છે કે તેઓ એક એવા દેશમાં રહે છે જ્યાં ધાર્મિક આસ્થા વ્યક્ત કરવાની આઝાદી છે. આ જ વાત આ દેશને મહાન બનાવે છે. આપણે એ ચીજના આભારી હોવું જાેઈએ કે અમારી સતામણી થતી નથી. સનાતન પરંપરામાં તિલકનું વિશેષ મહત્વ છે. ભારતીય સંસ્કૃતિમાં પૂજા પાઠથી લઈને દરેક શુભ કાર્ય માટે જતી વખતે તિલક લગાવવાની પરંપરા છે. તિલકનો સંબંધ ફક્ત સૌંદર્ય કે શાલીનતા સાથે નથી પરંતુ આધ્યાત્મિકતા સાથે પણ છે. તિલક લગાવવાથી માનસિક એકાગ્રતા વધે છે. તે ગૂડલકનું પણ પ્રતિક કહેવાય છે.

Darshan-Shah-USA-Air-Force.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *