રાજકોટ
રાજકોટ રૈયાધાર સ્લમ ક્વાર્ટરમાં રહેતા કેસરબેન મુછડિયા અને ભાણીબેન મુછડિયા આજે સવારે ક્વાર્ટર નજીક ઉભા હતા. ત્યારે અચાનક બે આખલા ધસી આવ્યા અને બંનેને ઢીંક મારી પછાડી દીધા હતા. આથી બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. સિવિલ હોસ્પિટલમાં બંનેના પરિવારજનોએ મનપા વિરૂદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, મનપા દ્વારા ઢોર પકડવાની કડક કાર્યવાહી કરવામાં આવતી હોવાના દાવા કરી રહ્યું છે ત્યારે વધુ એક ઘટના ઘટતા લોકોમાં રોષ ભભૂક્યો છે. માજી ઉભા હતા અને અચાનક આખલાએ આવીને ઢીંક મારી ધક્કો મારી દીધો હતો. આથી તેઓ જમીન પર પટકાયા હતા. શરીરમાં ત્રણ-ચાર જગ્યાએ ગંભીર ઇજા પહોંચી છે. આ બનાવને લઇને મનપા દ્વારા ખાસ કડક પગલા લેવામાં આવે, તાજેતરમાં આ ચોથો-પાંચમો બનાવ છે. ઢોર પકડ પાર્ટીવાળા છેલ્લા બે મહિનાથી આવ્યા જ નથી. રખડતા ઢોર મામલે દંડની રકમ વધારવામાં આવશે. ઢોરના માલિકો ગંભીરતા સમજે તે માટે દંડની રકમ વધારવામાં આવશે. આગામી સમયમાં દંડમાં વધારો કરવામાં આવશે. ટૂંક સમયમાં દંડની રકમ વધારવામાં આવશે. દંડની સાથોસાથ નિયમો પણ કડક કરવામાં આવશે. રાજકોટમાં રસ્તા પર રખડતાં ઢોરને ડબ્બે પુરાવવા મનપા ઊણું ઊતરી રહ્યું છે. મનપાની બેદરકારીથી લોકોના જીવ જાેખમમાં મૂકાઇ રહ્યા છે. ૨૨ માર્ચે રાત્રે એક વૃદ્ધનો ભોગ લેવાયો હતો, જ્યારે એક યુવાનને ગંભીર ઇજા પહોંચી હતી. મેયરના વોર્ડ નં.૧૨ની બાજુમાં વોર્ડ નં.૧૧માં આવેલા મવડી વિસ્તારમાં રસ્તાઓ પર રખડતાં ઢોરનો આતંક સામે આવ્યો હતો. મવડીમાં વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે સામેના રોડ પર બે આખલા લડતાં લડતાં આ બાજુના રોડ પર આવી બાઇક પર બેઠા વૃદ્ધ અને બાઇકચાલક દરજી વેપારી પર પડ્યા હતા, આથી ગંભીર ઇજા સાથે બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ વૃદ્ધનું મોત નીપજ્યું હતું, જ્યારે દરજી વેપારીની સારવાર કરવામાં આવી રહી છે. ખુદ પ્રદેશ ભાજપ-પ્રમુખ પાટીલ રખડતાં ઢોરને પકડવાની ટકોર કરતા હોવા છતાં મનપાનું વલણ ઉદાસીન કેમ છે એવો સવાલ લોકોમાં ઊઠ્યો છે.રાજકોટમાં ૨૨ માર્ચના મવડી વિસ્તારમાં વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે બે આખલા લડતા લડતા બાઇક પર પડતા એક વૃદ્ધનું મોત નીપજ્યું હતું અને વેપારીની પાંસળીઓ ભાંગી ગયાની ઘટના બની હતી. આ ઘટનાના પડઘા હજી શમ્યા નથી ત્યાં રૈયાધાર વિસ્તારમાં બે વૃદ્ધા ઉભા હતા અને બે આખલા અચાનક ધસી આવી ઢીંક મારી પઠાડી દીધા હતા. બંને વૃદ્ધાને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. આખલાના હુમલાથી ઘવાયેલા બંને વૃદ્ધાના પરિવારની મહિલાઓએ સિવિલ હોસ્પિટલમાં આક્રંદ કર્યું હતું.