ભાવનગર
ભાવનગર જિલ્લાના સિહોર નાયબ કલેક્ટર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા બિજલ મિઠા પરમાર ઉ.વ.૫૭ રે.સિહોર વાળાએ સિહોર પોલીસ સ્ટેશનમાં અર્જુન માધવાણી રે.સુરત વાળા વિરુદ્ધ એવાં મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી એ જમીન સંદર્ભે ઓનલાઈન અરજી કરી હતી. પરંતુ અરજીમાં પુરતા કાગળો-આધાર ન હોવાથી નાયબ મામલતદાર બિજલભાઈએ અરજીનો ઉત્તર આપ્યો ન હતો. જેથી અરજદાર અર્જુન માધવાણીએ નાયબ મામલતદારને ફોનમાં અપશબ્દો બોલ્યા હતા. તેમજ જ્ઞાતિ વિશે અપમાનિત કરી ફરજમાં રૂકાવટ કરી હતી. જેથી નાયબ મામલતદારે સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જેને લઈપોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.સિહોર નાયબ કલેક્ટર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા અધિકારીને સુરતમાં રહેતા મૂળ સિહોર તાલુકાના ખેડૂત ખાતેદારે જમીનના કાગળ મુદ્દે ફોનમાં ગાળો આપી હતી. તેમજ જ્ઞાતિ વિશે અપમાનિત કર્યા હતા. જેને લઈ નાયબ મામલતદારે ખેડૂત વિરુદ્ધ સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
