દુબઈ
સાઉદી અરબમાંથી એક આશ્વર્યજનક મામલો સામે આવ્યો છે. જ્યાં એક પત્નીએ છુટાછેડા આપવા માટે પોતાના પતિને વિચિત્ર ધમકી આપી. પત્નીની ધમકી સાંભળીને પતિની પાસે તલાક આપવા સિવાય બીજાે કોઇ રસ્તો બચ્યો નહી. સાઉદી અરબની મહિલાએ પોતાની પતિને ધમકી આપી કે તેનાથી તલાક લઇ લે. જ્યારે પતિ પતિ તલાક લેવા માટે રાજી ન થયો તો મહિલાએ તેને ધમકી આપી કે તે રસ્તા પર ન્યૂડ થઇને ફરશે. ત્યારબાદ પતિને મજબૂરીમાં તલાક આપવા પડ્યા. ત્યારબાદ પતિ શરિયા કોર્ટમાં પણ ગયો. તેણે કોર્ટમાં કેસ દાખલ કરતાં તલાક રદ કરવાની અરજી પણ દાખલ કરી. તેણે કહ્યું કે આ તલાક તેની ઇચ્છા વિરૂદ્ધ હતા, પરંતુ કોર્ટે પુષ્ટિ કરી કરી કે તલાક માટે શરિયાનો આધાર પુરો થઇ ગયો હતો. સાઉદી અરબમાં તાજેતરમાં તલાકના કેસ વધી ગયા છે. ડેટા અનુસાર ત્યાં દર કલાકે સાત કેસ સામે આવે છે. ઓથોરિટીએ કહ્યું કે ગત ૧૦ વર્ષમાં ૬૦ ટકાનો વધારો થયો છે.


