સાવરકુંડલા માનવ મંદીર ના ભકતિરામ બાપુ એ ભકતજનો ને કરી અપીલ
કોરોનાની વૈશ્વિક મહામારી ધ્યાને લઇને તેમની ગંભીરતાનો ખ્યાલ રાખીને સાવરકુંડલા માનવ મંદિર આશ્રમ માં આગામી ગુરુપૂર્ણિમા ઉત્સવ બંધ રાખેલ છે તેમજ જ્યા સુધી કોરોના મહામારી ની પરિસ્થિતિ સંપૂર્ણપણે બંધ ન થાય રેગ્યુલર ના થાય ત્યાં સુધી સાવરકુંડલા માનવ મંદિર આશ્રમ ખાતે કોઈપણ પ્રકારના ઉત્સવો ઉજવવામાં આવશે નહી જેની માનવ મંદિર આશ્રમ ના સેવકો તેમજ ધર્મપ્રેમી જનતા એ ખાસ નોંધ લઇ સહકાર આપવા નમ્ર વિનંતી કરવામાં આવે છે.તેમ માનવ મંદિર ના ભક્તિ બાપુ એ જણાવ્યુ હતુ
રીપોર્ટ.અરમાન ધાનાણી સાવરકુંડલા


