Maharashtra

દર્શકોએ કહ્યું કે બાહુબલી-૨ કરતા ૧૦ ગણી વધુ સારી ફિલ્મ છે

મુંબઈ
દક્ષિણ ફિલ્મોના સુપરસ્ટાર રામ ચરણ અને જુનિયર એન.ટી.આર સ્ટારર ફિલ્મ ‘ઇઇઇ’ આજે એટલે કે શુક્રવાર, ૨૫ માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મને લઈને દર્શકોમાં એટલો ક્રેઝ હતો કે તેની રિલીઝ પહેલા જ ફિલ્મની ૨ લાખથી વધુ ટિકિટ ઓનલાઈન વેચાઈ ગઈ હતી. આ ફિલ્મ એનટીઆર સ્ટારર વિશ્વભરના સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે, તેના ચાહકો સોશિયલ મીડિયા પર પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે, અથવા તો તેઓ ફિલ્મ વિશેની તેમનો રિવ્યુ શેર કરી રહ્યા છે. ફિલ્મ વિશે દર્શકોએ આપેલા રિવ્યુમાં તેઓ કહે છે કે ,આ ફિલ્મ અદ્ભુત છે. એક ટિ્‌વટર યુઝર ફિલ્મ જાેયા પછી એટલો રોમાંચિત થયો કે તેણે તેને ‘અદ્ભૂત’ ગણાવી, જ્યારે અન્ય એક યુઝરે કહ્યું કે તેની પાસે ફિલ્મનું વર્ણન કરવા માટે શબ્દો નથી. આ યુઝરના પ્રતિભાવ પરથી તમે સ્પષ્ટ રીતે સમજી શકો છો કે તેને આ ફિલ્મ એટલી પસંદ આવી છે કે તેની પાસે કંઈ કહેવા માટે શબ્દો નથી. અન્ય યુઝર કહે છે કે ભીમ ઉર્ફે જુનિયર એનટીઆરના પાત્રની નિર્દોષતાએ તેને ભાવુક બનાવી દીધો હતો.એક યુઝરે લખ્યું કે તેણે હિન્દીમાં ફિલ્મ ઇઇઇ જાેઈ અને જાેઈને આશ્ચર્યચકિત થઈ ગયો. આ યુઝરે તો ત્યાં સુધી કહ્યું કે રાજામૌલીની આ ફિલ્મ તેની બાહુબલી ૨ કરતા ૧૦ ગણી સારી છે. એક યુઝરે જુનિયર એનટીઆરના વખાણ કર્યા. આ યુઝરે કહ્યું કે જુનિયર એનટીઆર ફિલ્મમાં પ્રભુત્વ ધરાવે છે. તેના ડાયલોગ્સ, તેની એક્શન અને રાજામૌલીએ તેને ફિલ્મમાં જે રીતે રજૂ કર્યો છે તે સ્પષ્ટ દર્શાવે છે કે ફિલ્મ ઇઇઇનો હીરો જુનિયર દ્ગ્‌ઇ છે. ડ્ઢફફ એન્ટરટેઈનમેન્ટના ડ્ઢફ ફ. દાનૈયા દ્વારા નિર્મિત, ઇઇઇ માં રામ ચરણ અને જુનિયર દ્ગ્‌ઇ સાથે આલિયા ભટ્ટ, અજય દેવગણ, શ્રિયા સરન, એલિસન ડૂડી, સમુતિરકાની, એડવર્ડ અને રે સ્ટીવનસન પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ આલિયા ભટ્ટ અને અજય દેવગનની ડેબ્યુ ફિલ્મ છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ સીતા નામની મહિલાનો રોલ કરી રહી છે.

RRR.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *