ગિરગઢડા
ભરત ગંગદેવ..
ગીર-સોમનાથનું વડું મથક એટલે વેરાવળ શહેર એ તબીબી ક્ષેત્રે ખૂબ નામના મેળવી રહ્યો છે.સમગ્ર જીલ્લા માથી દર્દીઓ વેરાવળ શહેર તરફ આવતા હોય છે.વેરાવળ શહેરમાં આવેલ બસ સ્ટેન્ડ વિસ્તાર હવે ડોકટર બજાર જેવું થઈ ગયેલ છે
જેમ જેમ તબીબી સેવાઓ વધી રહી છે તેમ તેમ હોસ્પિટલમાંથી નીકળતું બાયી મેડિકલ વેસ્ટ પણ મોટા પ્રમાણ મા ઉતપન્ન થઈ રહ્યું છે.સરકારી નિયમો અનુસાર આ બાયી મેડિકલ વેસ્ટ ને તબીબો એ પોતાની હોસ્પિટલ મા જુદા જુદા કલર ના કોથળામાં રાખી તેનું યોગ્ય નિકાલ કરવાનહ હોય છે ઓન વેરાવળ શહેર મા બાયી મેડિકલ વેસ્ટ ને યોગ્ય નિયમાનુસાર નિકાલ કરવાને બદલે તેને જાહેર મા ફેકવામા આવે છે જે માનવ જીવન માટે અને અબોલ પશુઓ માટે ખૂબ ઘાતક છે.તબીબ એ લોકોના જીવનો રક્ષક હોય છે તે આબુ ભક્ષક જેવું કૃત્ય કેમ કરતું હશે?
વેરાવળ-પાટણ સયુંકત નગરપાલિકા એ આ જાહેર મા ફેંકાતાં મેડિકલ વેસ્ટ માટે કોઈ કડક કાર્યવાહી કરતી નથી ખૂબ શરમનજનક બાબત છે.આ કચરા થી હવા પ્રદૂષિત થાય છે અને પાણી પણ પ્રદૂષિત થાય છે અને ગાય તેમજ અન્ય ઢોર-ઢાકર તેને ખાય છે પરિણામે લોકો અને અબોલ પશુઓ બીમાર પડે છે જે ખૂબ ગંભીર બાબત છે.નગરસેવક અફઝલ પંજા એ જવાબદાર લોકો સામે પ્રશ્ન કરેલ છે કે આ બેદરકારી માટે જવાબદાર કોણ છે…..


