નવીદિલ્હી
દિલ્હી હાઈકોર્ટએ શુક્રવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ અને અન્યને નોટિસ જાહેર કરી હતી. જસ્ટિસ યોગેશ ખન્નાની બેન્ચે શુક્રવારે પી ચિદમ્બરમ, તેમના પુત્ર કાર્તિ અને અન્યનો જવાબ માંગ્યો હતો અને આ મામલે વધુ સુનાવણી માટે ૨૦ એપ્રિલની તારીખ નક્કી કરી હતી. તેઓએ નિર્દેશો માંગ્યા હતા જેમાં આરોપીઓને માલખાનામાં રાખવામાં આવેલ દસ્તાવેજાેની તપાસ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ ચંદ્રધારી સિંહની બેન્ચે ૈંદ્ગઠ મીડિયા મની લોન્ડરિંગ કેસમાં ઈડ્ઢની અરજીની સુનાવણીમાંથી પોતાને પાછી ખેંચી લીધી હતી. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ અગાઉ પણ રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા આરોપી વ્યક્તિઓ અને તેમના વકીલોને દસ્તાવેજાેનું નિરીક્ષણ કરવાની મંજૂરી આપતા આદેશને પડકારતી દિલ્હી હાઈકોર્ટમાં દાખલ થઈ હતી, જેને દિલ્હી હાઈકોર્ટે નકારી કાઢી હતી. ઝ્રમ્ૈંએ ૧૫ મે ૨૦૧૭ના રોજ કેન્દ્રીય નાણામંત્રી તરીકે ચિદમ્બરમના કાર્યકાળ દરમિયાન ૨૦૦૭માં રૂ. ૩૦૫ કરોડનું વિદેશી ભંડોળ મેળવવા માટે ૈંદ્ગઠ મીડિયા ગ્રુપને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ ક્લિયરન્સમાં અનિયમિતતાનો આરોપ મૂક્યો હતો. આ પછી ઈડ્ઢ મની લોન્ડરિંગનો કેસ પણ નોંધ્યો હતો. ૈંદ્ગઠ મીડિયાને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ ક્લિયરન્સમાં અનિયમિતતા હોવાના આક્ષેપ સાથે ઝ્રમ્ૈં દ્વારા એફઆઈઆરના આધારે આર્થિક ગુનાઓ પર નજર રાખવાની સંસ્થાએ ઁસ્ન્છ કેસ નોંધ્યો હતો. આ મામલો એરસેલ-મેક્સિસ કરારની મંજૂરી સાથે સંબંધિત છે. આરોપ છે કે, આ કરારને મંજૂરી આપવામાં ઘણા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. મની લોન્ડરિંગના આરોપો પણ છે. પી ચિદમ્બરમ નાણામંત્રી હતા ત્યારે આ ડીલ થઈ હતી. ચિદમ્બરમે કેટલાક લોકોને ફાયદો કરાવવા માટે આ સમજૂતીને મંજૂરી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ પછી સીબીઆઈએ આ અંગે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન પી ચિદમ્બરમ અને તેમના પુત્રને પણ સમન્સ મોકલવામાં આવ્યા હતા. જાેકે, કોર્ટે તેમને રાહત આપી હતી. ધરપકડથી બચવા માટે પી ચિદમ્બરમ અને કાર્તિ ચિદમ્બરમે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જે બાદ કોર્ટે તેને મંજૂર કરી ધરપકડ પર રોક લગાવી દીધી હતી
