પંજાબ
પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર એક પછી એક લોકપ્રિય પગલાંઓની જાહેરાત કરી રહી છે. જેના ભાગરૂપે આજે વધુ એક જાહેરાત કરવામાં આવી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું છે કે ઘણી વખત ચૂંટણી જીતી ચૂકેલા ધારાસભ્યો અને સાંસદોને દરેક ટર્મ માટે પેન્શન નહીં મળે. માત્ર એક ટર્મ પેન્શન આપવામાં આવશે. તેમના પરિવારને આપવામાં આવતું પેન્શન પણ કાપવામાં આવશે. માને કહ્યું, ‘હવે પંજાબની તિજાેરી નેતાઓ માટે નહીં, પરંતુ જનતા માટે વાપરવામાં આવશે.’ સીએમ માને કહ્યું, બેરોજગારી એક મોટો મુદ્દો છે. છોકરા-છોકરીઓ ડીગ્રી લઈને નોકરી માંગવા જાય છે ત્યારે લાઠીચાર્જ થાય છે. પાણીના ફુવારાઓની સવલત છે. પરંતુ નોકરીઓ મળતી નથી. અમે આ મામલે ખૂબ જ મોટા પગલા લઈ રહ્યા છીએ. પરંતુ હું તમારી સાથે જે વાત કરવા માંગુ છું તે બીજા મુદ્દા પર છે. આપણા તમામ રાજકીય લોકો, ધારાસભ્યોપ તેઓ લોકોને સેવા કરવાની તક આપવાના નામે હાથ જાેડીને મત માંગે છે. કેટલાક તો સત્તા માટે નહી પણ સેવા માટે કહીને વોટ માંગે છે. તમને આશ્ચર્ય થશે કે ઘણા ધારાસભ્યો છે, જેમાંથી કેટલાક ત્રણ વખત જીત્યા છે, તો કોઈ, ચાર વખત જીત્યા છે, ટિકિટ નથી મળી, પાંચ વખત જીત્યા છે, છ વખત જીત્યા છે, વિધાનસભામાં નથી આવ્યા. તેમને લાખો રૂપિયાનું પેન્શન મળે છે. તે પણ દર મહિને. કોઈને ૩.૫૦ લાખ તો કોઈને ૪.૫૦ લાખ. કોઈને સાડા પાંચ લાખ પણ પેન્શન મળે છે. જેથી તિજાેરી પર કરોડો રૂપિયાનો બોજ પડે છે. ઘણા એવા સાંસદો પણ પેન્શન લઈ રહ્યા છે, જેઓ અગાઉ અહીં ધારાસભ્ય હતા. તેઓ ધારાસભ્ય તરીકેનુ પણ પેન્શન પણ લઈ રહ્યાં છે.
