નવીદિલ્હી
સંસદના બજેટ સત્રના બીજા ચરણમાં શુક્રવારે રાજ્યસભામાં બીરભૂમ હિંસાને લઈને જબરદસ્ત હોબાળો થયો. રાજ્યસભાના સભ્ય રૂપા ગાંગુલી બીરભૂમ હિંસા બાબતે બોલતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. રૂપા ગાંગુલીએ રાજ્યસભામાં કહ્યું કે આજે પશ્ચિમ બંગાળના વિષયમાં એ વાત કરવાની છે જેને કરતાં મારું માથું નમી જાય છે. સમજ નથી પડતી શરૂઆત ક્યાંથી કરું. આ ઘટનામાં કેટલા લોકો માર્યા ગયા એ જણાવું તો માત્ર ૮ જ છે અને બાકી લોકો અત્યારે આગથી દાઝીને એવી હૉસ્પિટલમાં એડમિટ છે જ્યાં બર્ન યુનિટ નથી. તેમણે કટાક્ષ ભર્યા અંદાજમાં કહ્યું કે અ વખત માત્ર ૮ લોકોના મોત થયા છે વધારે મર્યા નથી સાહેબ, વધારે મરવાથી ફરક પડતો નથી. વાત એ છે કે સળગાવીને મારવામાં આવે છે. વાત એ છે કે ગેરકાયદેસર બંદૂકો રાખવામાં આવે છે. પોલીસ પર ભરોસો નથી. વાત એ છે કે અનિસ ખાન મરે છે તો માત્ર ઝ્રમ્ૈં તપાસની માગણી કરે છે. પશ્ચિમ બંગાળમાં છેલ્લા ૭ દિવસમાં ૨૬ રાજનૈતિક હત્યાઓ થઈ છે. બીરભૂમમાં સળગીને મોતને ભેટનારોના ઓટોપ્સી રિપોર્ટ કહે છે કે પહેલા તેમના હાથ પગ તોડવામાં આવ્યા પછી રૂમમાં બંધ કરીને જીવતા સળગાવી દેવામાં આવ્યા. લોકો ત્યાંથી ભાગી રહ્યા છે. લોકો ત્યાં જીવવા લાયક રહી ગયા નથી. રૂપા ગાંગુલીએ પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માગણી કરી છે. તેમણે કહ્યું કે આજે એ રાજ્યમાં લોકો બોલી શકતા નથી. સરકાર હત્યારાઓને બચાવી રહી છે. એવું કોઈ બીજું રાજ્ય નથી જ્યાં સરકાર ચૂંટણી જીત્યા બાદ લોકોને મારે છે. આપણે મનુષ્ય છીએ. અમે પથ્થર દિલ રાજનીતિ કરતા નથી. પશ્ચિમ બંગાળ પણ ભારતનું અંગ છે અને ત્યાંના નાગરિકોને પણ જીવવાનો હક્ક છે. પશ્ચિમ બંગાળમાં જન્મ લેવો ગુનો નથી. રૂપા ગાંગુલીની હાલત જાેઈને તેમને ઉપાસભાપતિએ પોતાના સંભાળવા કહ્યું. ત્યારબાદ રાજ્યસભા થોડા સમય માટે સ્થગિત કરી દેવામાં આવી. કોલકાતા હાઇ કોર્ટે આ ઘટનાની તપાસ ઝ્રમ્ૈંને ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે. આ ઘટનામાં મંગળવારે ભીડે ૮ લોકોને પહેલા માર્યા અને પછી જીવતા સળગાવી દીધા. આ ઘટનામાં મમતા સરકારની સખત નિંદા થઈ રહી છે. ભાજપ રાજ્ય સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહી છે. ઘટના બાદ મમતા સરકાર જીૈં્ દ્વારા તપાસ કરાવી રહી હતી પરંતુ કોર્ટે હવે આ તપાસ ઝ્રમ્ૈંને સોંપી દીધી છે. મમતા સરકાર ઝ્રમ્ૈં વિરુદ્ધ હતું જાેકે કોર્ટે સરકારના આ અનુરોધને નકારી દીધો. બલિયાથી ભાજપના સાંસદ વીરેન્દ્ર સિંહે આ ઘટના પર કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી, સંસદ રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના મૌન પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી મમતા સરકાર ગુનેગારોની સરકાર છે આગામી સમયમાં બેનર્જીએ તેનું પરિણામ ભોગવવું પડશે. ઉત્તર પ્રદેશમાં નાની નાની ઘટનાઓ પર હાય હાય કરનારા પ્રિયંકા ગાંધી, ભાજપને વારંવાર ઘેરવાનો પ્રયાસ કરનાર રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આ ઘટના પર મૌન કેમ છે એ તેમણે લોકોને જણાવવું જાેઈએ.


