752 લોકોએ રૂા.500થી વધુના રકમના બિલ નહીં ભરતા મેગાડ્રાઈવ
યાત્રાધામ વીરપુરમાં પીજીવીસીએલની મેગા ડિસકનેક્શન ડ્રાઇવ યોજવામાં આવી જેમાં ગોંડલ પીજીવીસીએલ ગ્રામ્ય વિભાગના કાર્યપાલ ઈજનેર બી.સી.રાઠોડના માર્ગદર્શન હેઠળ નાયબ ઈજનેર એન.પી.ગોહિલ દ્વારા એક ડિસનેક્શન મેગા ડ્રાઇવ યોજવામાં આવી જેમાં વીરપુરના જે પીજીવીસીએલના ગ્રાહકોએ વિજબીલની રકમ ભરપાઈ ન કરી હોય તેવા ગ્રાહકોનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવેલ. આ મેગા ડ્રાઇવમાં જેતપુર, ધોરાજી, ગોંડલ, જામકંડોણા સહિતના અલગ અલગ પીજીવીસીએલના ટેક્નિકલ કર્મચારીઓને સાથે રાખી 18 જેટલી અલગ અલગ ટિમો બનાવીને વીરપુર ગ્રામ્ય વિસ્તારના 752 જેટલા લોકોએ 500 રૂૂપિયાથી વધુ રકમનું વિજબીલ ભરપાઈ ન કર્યું હોવાથી ટોટલ 18 લાખ જેટલી માતબર રકમ ભરપાઈ કરાવવા આ મેગા ડિસકનેક્શન ડ્રાઇવ યોજવામાં આવી, આ ડિસકનેક્શન ડ્રાઇવમાં પ્રથમ તેમને વિજબીલ ભરવા અંગે સૂચના આપવામાં આવી હતી.
સૂચના આપ્યા બાદ પણ જે લોકોએ વિજબીલની રકમ ન ભરપાઈ કરી હોય તેવા લોકોનું વીજ કનેક્શન કાપી નાખવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.