સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયા દ્વારા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ ને લેખિત રજૂઆત કરવામાં આવી કે સાવરકુંડલા લીલીયાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને અનિયમિત વીજળી મળે છે જેના કારણે ગ્રામ્ય વિસ્તારના ખેડૂત ભાઈઓને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ ઉનાળાના કપરા સમયમાં ખેતીવાડીના પાકોને જીવંત રાખવા માટે માટે પાણી ખુબ જ જરૂરિયાત હોય જેના માટે વીજળી આવશ્યક છે પરંતુ સ્થાનિક લેવલે વ્યવસ્થાના અભાવે અનિયમિત વિજળી પ્રાપ્ત થાય છે. આના કારણે મારા ખેડૂત ભાઈઓને રાતદિવસ ઉજાગરા કરી પાણી વાળવા માટે લાઈટની રાહ જોવી પડે છે તો આ દિશામાં યોગ્ય કાર્યવાહી કરી સાવરકુંડલા લીલીયા મતવિસ્તારના સર્વે ખેડૂત ભાઈઓને સમયસર વિજળી પ્રાપ્ત થાય અને પુરો સમય વીજળી રહે એવા પ્રયત્નો કરશો તેવી સુરેશભાઈ પાનસુરીયા દ્વારા કનુભાઈ દેસાઈને લેખિત રજૂઆત કરવામાં આવી હતી
