International

રશિયાએ સમુદ્રમાં ન્યુક્લિયર સબમરીન ઉતારી

રશિયા
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા તેમના પરમાણુ દળોને ખાસ એલર્ટ રાખવાના થોડા કલાકો બાદ રશિયાએ તેમની ન્યુક્લિયર સબમરીન દરિયામાં ઉતારી છે. જેના કારણે પરમાણુ યુદ્ધની આશંકા વધી ગઈ છે. રશિયન ન્યુક્લિયર સબમરીન એક સાથે ૧૬ બેલિસ્ટિક મિસાઈલ લઈ જવામાં સક્ષમ છે. આ સબરમીનને ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં ઉતારવામાં આવી છે. રશિયાના આ પગલાંને લઇને એક્સપર્ટ્‌સનું માનવું છે કે, ક્રેમલિન તેમની સ્થિતિને મજબૂત કરવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. રશિયાએ ૩ માર્ચથી તેના ન્યુક્લિયર હથિયારોને હાઈ એલર્ટ પર રાખ્યા છે. મોસ્કોએ ૨૨ માર્ચે નાટોને ધમકી આપતા કહ્યું હતું કે, જાે નાટોએ મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું તો ક્રેમલિન ન્યુક્લિયર હુમલો કરવાથી ચૂકશે નહીં. ક્રેમલિન પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું હતું કે, જાે રશિયા સામે અસ્તિત્વનો ખતરો ઉભો થશે તો તે ન્યુક્લિયર હથિયારોનો ઉપયોગ કરશે. આ ન્યુક્લિયર સબમરીન જલદી રશિયા તરફ પાછી ફરે અને ત્યારબાદથી ગતિવિધિઓ સમાન્ય છે. પરંતુ રશિયાના આ પગલાં બાદ પશ્ચિમી દેશોની ગુપ્ત એજન્સિઓ દ્વારા ક્રેમલિનના ન્યુક્લિયર હથિયારોના ભંડાર પર નજર રાખવામાં આવી રહી છે. રશિયાના જનરલ સ્ટાફના પહેલા ઉપ પ્રમુખ કર્નલ જનરલ સર્ગેઈ રૂડસ્કોયે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું છે કે સમાન્ય રીતે ઓપરેશન પહેલા ચરણના તમામ મુખ્ય કાર્ય પૂરા થઈ ગયા છે. એવામાં હવે અમે મુખ્ય લક્ષ્યને પ્રાપ્ત કરવાના પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે અને આ મુખ્ય લક્ષ્ય ડોનબાસનું લિબરેશન છે. તેમણે હ્યું કે, જ્યાં સુધી રશિયા સેના ડોનબાસ અને લુહંસ્કને લિબપરેટ નહીં કરે, અમે પાછા હટવાના નથી.

Russia-President-Vladimir-Putin-sent-Nuclear-Submarines-into-the-North-Atlantic.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *